છ બેઠકોની પેટા ચૂંટણીમાં અડધા કરોડનો દારૂ ઝડપાયો

18 October 2019 06:27 PM
Ahmedabad Gujarat
  • છ બેઠકોની પેટા ચૂંટણીમાં અડધા કરોડનો દારૂ ઝડપાયો

ગાંધીનગર તા.18
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોના પેટા ચૂંટણી જંગમાં 57.62 લાખનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે .જેમાં 9746 લિટર દારૂ જપ્ત કર્યો હોવાનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે.
ગુજરાતમાં દારૂ વેચાય છે તેનો વિરોધ કર્યા બાદ સરકાર જાતે અખબારી યાદીમાં લાખોનો દારૂ પકડાયો હોવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ છ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે .ત્યારે આ ચૂંટણી દરમિયાન 57 .62 લાખનો દારૂ આચાર સહિતા દરમિયાન જ ઝડપાયો છે. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટોણો માર્યો હતો કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પિવાય છે .ત્યારે વર્તમાન ભાજપ સરકાર દ્વારા તેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો .આ બધાની વચ્ચે લાખોની કિંમતનો દારૂ પકડાયો હોય તેવી વિગત ખુદ સરકાર જ આપી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તરત જ સંબંધિત વિધાનસભા બેઠકોમાં આચાર સંહિતાના કડક અમલ માટે 21 ફ્લાઈંગ સ્કવોર્ડ, 15 વિડીયો સર્વેલન્સ ટીમ, 6 વિડીયો વ્યુઇંગ ટીમ, 6 હિસાબી ટીમ, કાર્યરત કરી દેવામાં આવી હતી અને જાહેરનામા બાદ 32 સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ખર્ચ નિયંત્રણ માટે 6 મદદનિશ અધિકારીઓ કાર્યરત કરી દેવામાં આવ્યા હતા જોકે આ તમામ ટીમ દ્વારા રાજકીય પક્ષને ઉમેદવારોના ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તેવો દાવો ચૂંટણી પંચે કર્યો છે પરંતુ થરાદ રાધનપુર ખેરાલુ બાયડ અમરાઈવાડી અને લુણાવાડા ની આ 6 બેઠકોની પેટાચૂંટણીમાં 57.62 લાખનો 9746 લિટર દારૂ રાજ્યના આવકારી અને નશાબંધી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે .ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ચુસ્ત કડક અમલવારી કેટલી સાચી છે તે મુદ્દો ચર્ચાના એરણે રહ્યો છે.


Loading...
Advertisement