અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાયુ; વધુ મજબૂત થશે: મહારાષ્ટ્ર-ગોવા-કોંકણ-દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડશે

18 October 2019 06:02 PM
Rajkot Saurashtra
  • અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાયુ; વધુ મજબૂત થશે: મહારાષ્ટ્ર-ગોવા-કોંકણ-દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: 20થી23 દરમ્યાન બે દિવસ સૌરાષ્ટ્રનાં પાંચ જીલ્લામાં છુટાછવાયા ઝાપટા-હળવા વરસાદની સંભાવના

રાજકોટ તા.18
ચોમાસાની વિદાય પછી પણ સિસ્ટમ ઉદભવતી રહી હોય તેમ અરબી સમુદ્રમાં લો-પ્રેસર સિસ્ટમ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગર જેવા દરિયાકાંઠાના ભાગોમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો ગભરાટ થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ભારતના રાજયોમાં સારો વરસાદ થઈ શકે છે અને તેની વાંછટરૂપ જેવો હળવો છુટોછવાયો વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની શકયતા છે.


તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે બે દિવસ પુર્વેની આગાહીમાં લો-પ્રેસર સિસ્ટમ સર્જાવાનું જણાવવામાં આવ્યું હતું તે મુજબ દક્ષિણ પુર્વીય અરબી સમુદ્રમાં ગઈકાલે લો-પ્રેસર સિસ્ટમ સર્જાઈ છે અને તેને આનુસાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશન 5.8 કી.મી.ની ઉંચાઈએ છે. આ સિસ્ટમ વધુ મજબૂત થઈને વેલમાર્ક લો-પ્રેસર બની શકે છે.


આ સિવાય સિસ્ટમ આધારિત ટ્રફ અપર એર સાયકલોનીક સરકયુલેશનથી વાયા કર્ણાટક-દક્ષિણ ભારતના રાજયો થઈને તેલંગારા સુધી લંબાઈ છે. સિસ્ટમની ગતિ ઉતર-ઉતરપશ્ર્ચિમ તરફ છે એટલે દક્ષિણ ભારતના રાજયો ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કોંકણ, ગોવા તથા દક્ષિણ ભારતના રાજયોમાં સારો વરસાદ થવાની શકયતા છે.સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પાંચ જીલ્લામાં 20થી23 ઓકટોબર દરમ્યાન બે દિવસ છુટાછવાયા ઝાપટા-હળવો વરસાદ થવાની સંભાવના છે.

આગોતરુ એંધાણ; 3 નવેમ્બર સુધી સિસ્ટમ સક્રીય રહેશે: ખેડુતોને સાવધાની રાખવા સલાહ
અશોકભાઈ પટેલે આગોતરુ એંધાર દર્શાવતા એમ કહ્યું છે કે 23મી સુધીની આગાહી કરવામાં આવી જ છે. 20થી23 દરમ્યાન બે દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પાંચ જીલ્લામાં છુટાછવાયા ઝાપટા-હળવા વરસાદની શકયતા દર્શાવી છે. ત્યારપછીના 10 દિવસ સુધી અર્થાત ત્રણ નવેમ્બર સુધી દિવાળી પછી અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી સિસ્યમ માટે સક્રીય રહે તેમ છે એટલે ખેડુતોએ સાવચેત રહેવાની સલાહ છે.


Loading...
Advertisement