ચાની હોટલમાં તોડફોડ કરનાર નામચીન સદામનું સરઘસ કઢાયુ: આકરી સરભરા

18 October 2019 05:47 PM
Rajkot Crime Saurashtra
  • ચાની હોટલમાં તોડફોડ કરનાર નામચીન સદામનું સરઘસ કઢાયુ: આકરી સરભરા
  • ચાની હોટલમાં તોડફોડ કરનાર નામચીન સદામનું સરઘસ કઢાયુ: આકરી સરભરા
  • ચાની હોટલમાં તોડફોડ કરનાર નામચીન સદામનું સરઘસ કઢાયુ: આકરી સરભરા
  • ચાની હોટલમાં તોડફોડ કરનાર નામચીન સદામનું સરઘસ કઢાયુ: આકરી સરભરા

ગુંડાગીરી આચરી હતી તે જ સ્થળે જાહેરમાં હાથ જોડાવી, માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું:પારસી અગીયારી ચોક પાસે સરાજાહેર:પોલીસે સરભરાનો આકરો ડોઝ આપતા ‘સાહેબ હવે કયારેય નહીં કરૂં : સદામે નાંખ્યા ભાંભરડા:ઉધારમાં ચા-નાસ્તો કર્યા બાદ પૈસા માગતા સોડા-બોટલના ઘા કર્યા હતા: સાગરીતોની શોધખોળ

રાજકોટ તા.18
શહેરમાં ગઈકાલે બપોરના સુમારે પારસી અગીયારી ચોકમાં નામચીન સદામ તથા તેના સાગરીતોએ મળી અહીં આવેલી ખોડીયાર ચાની હોટલમાં છુટ્ટા સોડા બોટલના ઘા કરી બેફામ તોડફોડ કરી હતી. જેમાં હોટલ સંચાલક સહિત ત્રણ વ્યકિતઓ ઘવાયા હતા. દરમ્યાન આજરોજ ક્રાઈમ બ્રાંચની ટીમે જાહેરમાં તોડફોડ કરી આતંક મચાવનાર નામચીન સદામને ભગવતીપરા પુલ પાસેથી ઝડપી લીધો હતો.આરોપીને પકડી લીધા બાદ તેનું પોલીસ કમિશ્ર્નર કચેરીએથી પારસી અગીયારી ચોક સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. બાદમાં તેણે જયા ગુંડાગીરી આચરી હતી ત્યાં જ જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવી તેના પર સવાર ગુંડાગીરીનું ભૂત પોલીસે ઉતારી નાખ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા સદામના ચાર સાગ્રીતોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ બપોરના સુમારે સદર વિસ્તારમાં ભીલવાસ મેઈન રોડ પર ખાટકીવાડ નજીક રહેતા નામચીન સદામ હનીફભાઈ કટારીયા (ઉ.20) તથા તેના ચાર સાગ્રીતોએ મળી પારસી અગીયારી ચોકમાં સોડા બોટલોના છુટા ઘા કરી તેમજ ધોકા વડે આતંક મચાવ્યો હતો. જેમાં હોટલ સંચાલક સહિત ત્રણને ઈજા પહોંચી હતી. બનાવના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.


આ બનાવ અંગે ખોડીયાર હોટલના માલીક નારણભાઈ દાનાભાઈ ભૂવા (ઉ.49) રહે. ભારતીનગર શેરી નં.1 ઉદય હોલ સામે ગાંધીગ્રામ રાજકોટ)ની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે સદામ તથા તેની સાથેના ચાર અજાણ્યા શખ્સો સામે ગુન્હાહીત કાવત્રુ રચવું તથા રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદીએ પોતાની ફરીયાદમાં એવી હકીકત જણાવી હતી કે સદામ ઉધારમાં ચા નાસ્તો કરી રહ્યો હોય તેની પાસે પૈસા માંગતા તે ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરી ચાલ્યો ગયો હતો. બાદમાં પોતાના સાગ્રીતો સાથે ધસી આવી સોડા બોટલોના ઘા કરી હુમલો કર્યો હતો. સરાજાહેર આતંક મચાવવાની આ ઘટના બાદ આરોપીને પકડી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઈ અતુલ સોનારા તથા સ્ટાફના અનીલ સોનારા, સમીર શેખ, નિશાંત સહિતનાઓએ આ નામચીન શખ્સને ભગવતીપરા પુલ નજીકથી ઝડપી લીધો હતો.


સદામને પકડી પાડયા બાદ તેનુ પોલીસ કમિશ્ર્નર કચેરીએથી સરઘસ કાઢવામાં આવ્યું હતું બાદમાં તેણે જયા ગુંડાગીરી આચરી હતી તે ખોડીયાર હોટલ પાસે લઈ જવામાં આવ્યો હતો. અહીં તેને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવામાં આવી હતી. પોલીસે આ પહેલા આકરા ડોઝ બાદ નામચીન સદામ ‘સાહેબ ભુલ થઈ ગઈ હવે કયારેય નહીં કરૂં’ તેવા ભાંભરડા બોલાવ્યા હતા. પોલીસે નામચીન શખ્સની જાહેરમાં આકરી સરભરા કરી તેના પર સવાર ગુંડાગીરીનું ભૂત ઉતારી નાખ્યુ હતું.


જાહેરમાં આતંક મચાવવાના ગુનામાં પકડાયેલ સદામ હનીફ કટારીયા અગાઉ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેણે જંકશન પ્લોટ પાસે છાપાના ફેરીયાને અટકાવી લૂંટના ઈરાદે છરી ઝીંકી હતી. આ પૂર્વે તેણે જંકશન પ્લોટમાં મેડીકલ સ્ટોરમાં વેપારી પર હુમલો કરી લુંટ ચલાવી હતી. સરાજાહેર આતંક મચાવવાના આ ગુનામાં તેની સાથે રહેલા અન્ય ચાર શખ્સોને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.


Loading...
Advertisement