રાજય સરકારને ગૌરવ દહીયા સામે તપાસ અધિકારી મળતા નથી

18 October 2019 05:40 PM
Ahmedabad Gujarat Saurashtra
  • રાજય સરકારને ગૌરવ દહીયા સામે તપાસ અધિકારી મળતા નથી

હવે નિવૃત મહિલા અધિકારીની તલાશ

ગાંધીનગર: ગુજરાતના વિવાદાસ્પદ આઈએએસ અધિકારી ગૌરવ દહીયા સામે ગેરવર્તણુંક અને નૈતિક અધ:પતનના આરોપ રાજય સરકારે સસ્પેન્ડ તો કરી દીધાપણ હવે તેમની સામેની તપાસ માટે સક્ષમ અધિકારીની નિયુક્તિ થઈ નથી. એક વખત આ તપાસ થો પછી દહિયા નિર્દોષ કે કસૂરવાન એ નિશ્ર્ચિત થશે અને તેના આધારે પગલા લેવાશે.
સરકારે દિલ્હીની એક મહિલાની ફરિયાદ પરથી દહિયા સામે તપાસ કમીટી રચી હતી જેના પ્રાથમીક રીપોર્ટના આધારે દહીયાને સસ્પેન્ડ કરાયા હતા. સરકારી નિયમ મુજબ એક સક્ષમ તપાસ અધિકારી નિયુક્ત કરવાના હોય છે પણ આ તપાસ માટે યોગ્ય અધિકારીની તલાશ છે.
અગાઉની પ્રાથમીક તપાસ સુનયના તોમરે કરી હતી. જે એક માત્ર સિનીયર મહિલા અધિકારી છે પણ તમો પ્રાથમીક તપાસ કરી ચૂકયા છે તો બીજુ નામ ગૃહ સચિવ સંગીતાસિંઘ છે. દહિયા સસ્પેન્ડ થયા તે સમયે સામાન્ય વહીવટમાં અધિક મુખ્ય સચિવ હતા તેથી તેઓને નિયુક્ત કરવી યોગ્ય ગણાય નહી. દહીયા સામે મહિલાના આક્ષેપ છે તેવી તપાસ અધિકારી મહિલા હોય તે ઈચ્છનીય છે. હવે કોઈ નિવૃત મહિલા આઈએએસ કે આઈપીએસ અધિકારીની તલાશ શરુ થઈ છે.


Loading...
Advertisement