GTU ની પરીક્ષા હવે દિપાવલી વેકેશન બાદ તા.14 થી પ્રેકટીકલ અને 22 નવેમ્બરથી થીયરી

18 October 2019 05:16 PM
Ahmedabad Education Gujarat Rajkot Saurashtra
  • GTU ની પરીક્ષા હવે દિપાવલી વેકેશન બાદ તા.14 થી પ્રેકટીકલ અને 22 નવેમ્બરથી થીયરી

દિપાવલી વેકેશનમાં ગોઠવાયેલી પરીક્ષા સામે ઉઠેલા વિરોધ બાદ નવો કાર્યક્રમ જાહેર

રાજકોટ તા.18
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. (જી.ટી.યુ) દ્વારા દિપાવલી વેકેશનમાં પરીક્ષા ગોઠવાતો તેની સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ સાથે ઉઠેલા વિરોધ બાદ હવે દિપાવલી વેકેશન બાદ આ પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે.
જેમાં હવે તા.14 નવેમ્બરથી પ્રેકટીકલ અને તા.22 નવેમ્બરથી થીયરીની પરીક્ષાનો તબકકો શરૂ કરવાનો નિર્ણય ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.દ્વારા લેવામાં આવેલ છે.
અહી એ ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.સંલગ્ન વિવિધ કોલેજોમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેઓની પરીક્ષા અગાઉ દિપાવલી વેકેશન દરમ્યાન તા.7 નવેમ્બરથી તબકકાવાર લેવાનું નકકી કરી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો.
પરંતુ તા.24 ઓકટોબરથી 21 દિ’ના દિપાવલી વેકેશનમાં જ આ પરીક્ષા ગોઠવાતા તેની સામે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠતા અને આ અંગે રજુઆતો થતા અંતે ગુજરાત ટેકનોલોજી યુનિ.દ્વારા દિપાવલી વેકેશનમાં લેવાનાર પરીક્ષાનો કાર્યક્રમ રદ કરી હવે દિપાવલી વેકેશન બાદ પરીક્ષા લેવાનો નિર્ણય અંતે ગુજરાત ટેકનોલોજી યુનિ.દ્વારા લેવામાં આવેલ છે જેમાં તા.14 નવેમ્બરથી પ્રેકટીકલ અને 22 નવેમ્બરથી થીયરીની પરીક્ષા લેવાશે.
ભારે વિરોધના પગલે યુનિ.એ ઝુકી અંતે આ પરીક્ષા પાછી ઠેલતા વિદ્યાર્થીઓમાં રાહત થવા પામી છે.


Loading...
Advertisement