રાજયમાં પ્રથમ વખત ડાયરેકટર ઓફ પ્રોસિકયુટર નિયુકત

18 October 2019 05:09 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં પ્રથમ વખત ડાયરેકટર ઓફ પ્રોસિકયુટર નિયુકત

કોર્ટમાં રજૂ થતા ચાર્જશીટ કાયદાથી સુસંગત છે કે કેમ? અભ્યાસ કરશે: ભૂલ હશે તો જવાબદારો સામે પગલા

ગાંધીનગર તા.18
રાજ્યમાં થતી પોલીસ ફરિયાદો ના ફોજદારી કેસો અને ચાર્જશીટમાં નિષ્પક્ષ તપાસની સાથે સાથે પોલીસ વિભાગની પણ ભૂલ સુધરે અને કાયદા ની તીવ્રતા વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુટર (ડી ઓ પી) ના નવા પદની નિમણૂક કરવામાં આવી છે .
જેના પગલે આજે ગાંધીનગર નવા સચિવાલય ખાતે બ્લોક નંબર 4 ના બીજા માળે વિશેષ શરૂ કરવામાં આવતા કચેરીમાં આજે બપોરના વિજય મુહૂર્તમાં ખેડા જિલ્લાના સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર પરેશભાઈ ધોરાએ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના વર્ષ 2005 ના આદેશ બાદ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ની નિમણૂક કરવામાં આવી છે રાજ્યના ડાયરેક્ટર જ્ઞરઓફ પ્રોસીક્યુશન પદે આજે પરેશ ભાઈ ધોરા એ ચાર્જ સંભાળ્યો હતો. આ અંગેની માહિતી આપતાં કાયદા વિભાગના સચિવ મિલન દવેએ જણાવ્યું હતું કે કાયદા વિભાગની કલમ સી.આર.પી.સી 25 એ અન્વય આ પદ ની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ નિયુક્તિથી આવનાર દિવસોમાં કાયદા ની તીવ્રતા વધશે પરિણામે અલગ-અલગ ફોજદારી કેસો ની અંદર ચાર્જશીટમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે અને દોષિતોને સજા તેમજ નિર્દોષને ન્યાય મળશે તે માટે આ પદ ની નિમણૂક કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો.
તો બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં સરકારી વકીલોને પણ ફાયદો થશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન ના માળખા હેઠળ સરકારી વકીલોને ડેપ્યુટી ડાયરેક્ટર પદેની નિમણુક પણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ડી ઓ પી દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ફોજદારી કેસો દરમિયાન કરવામાં આવતી તમામ ચાર્જશીટોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે અને ત્યાર બાદ કોર્ટમાં કેસ ચાલશે તેમ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે અલગ-અલગ ફોજદારી કેસોમાં તપાસ કરનાર પોલીસ દ્વારા બનાવવામાં આવતી ચાર્જશીટ નું વેરિફિકેશન કરવામાં આવશે પરિણામે આ પ્રકારની કામગીરીથી પોલીસની ભૂલ પર સુંદર છે અને દોષિતોને સજા નું પ્રમાણ વધશે તેવો વિશ્વાસ સરકારી વકીલો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement