ગુજરાત પોલીસનો વોન્ટેડ રવિ પૂજારી સેનેગલથી નાસી છૂટયો

18 October 2019 01:12 PM
Ahmedabad
  • ગુજરાત પોલીસનો વોન્ટેડ રવિ પૂજારી સેનેગલથી નાસી છૂટયો

રાજયના બિલ્ડર્સ-રાજકીય નેતાઓને ખંડણી માટે ધમકી આપી હતી:માફિયા પોતાના નાગરીકતાવાળા દેશ બુર્કીના ફાસોમાં છૂપાયો:હવે પકકડમાં આવવો મુશ્કેલ

અમદાવાદ તા.18
ભારતમાં ખંડણી ઉઘરાવવા સહીતનું માફીયા સામ્રાજય ચલાવતો રવિ પૂજારી સેનેગલમાંથી નાસી છૂટયો છે અને હવે તે બુર્કીંના ફાસો નામના દેશમાં એન્થની ફર્નાન્ડીઝના નામ હેઠળ નાગરીક બનીને રહે છે. બન્ને આફ્રિકન દેશો સાથે ભારતને કોઈ પ્રત્યાર્પણ કરાર નથી.


પુજારી સામે એકલા ગુજરાતમાંથી જ ખંડણી માંગવા સહીતનાં 26 કેસ નોંધાયા છે. તે એક સમયે છોટા રાજન ગેંગમાં હતો પણ બાદમાં ખુદનું સામ્રાજય બનાવ્યુ હતું. તે બિલ્ડર્સ ટોચના જાણીતા પ્રોફેશનલ રાજકીય નેતાઓ અને જવેલર્સને ખંડણીનાં ફોન કરતો હતો તેણે ગુજરાતમાં 70 જેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા અને તેમાં મોટા ભાગના તો ગુપચુપ રકમ ચુકવી આપી હતી. જેમાં ત્રણ લોકોએ, ફરીયાદ નોંધવાની હિંમત દર્શાવી છે. આણંદમાં પ્રજ્ઞેશ પટેલ નામનાં બિલ્ડર્સ પર ફાયરીંગમાં પણ તેનું નામ આવ્યું હતું. પૂજારીએ ચાલાકીપુર્વક પોતાની સામે એક નાની ફરીયાદ સેનેગલમાં નોંધાવી જેલમાં ગયો હતો અને પછી જામીન પર છૂટી ગયો અને બાદમાં વાહન મારફત તે પાડોશી આફ્રિકન દેશમાં નાસી ગયો હતો.


Loading...
Advertisement