સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય

14 October 2019 12:04 PM
kutch Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય

અવિરત હેત વરસાવતા મેઘરાજા લગભગ તમામ સ્થળે 125 ટકાથી વધુ મેઘમહેર સાથે પાક-પાણીનું ચિત્ર ઉજળુ બનાવી ચાલુ સાલે લીધો વિરામ

રાજકોટ તા.14
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના અવિરત બે માસ કરતા વધુ સમય સુધી હેત વરસાવી પાક પાણીનું ચિત્ર ખુબજ ઉજળુ બનાવી ચાલુ વરસે ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે અને એકાદ મહિના સુધી દિવસે ગરમી-બફારો રાત્રે સામાન્ય ઠંડક સાથે મિશ્ર હવામાનનો માહોલ ચાલુ રહેવાનો સંકેત હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.

ચાલુ વરસે જેઠ મહિનાના મધ્યાહને વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના સ્થળે મધ્યમ ભારે તો અમુક વિસ્તારમં અગીયાર ઈંચ સુધી વરસાદ વરસી ગયા બાદ દેશભરમાં નૈઋત્ય ચોમાસાનું થોડુ મોડુ આગમન થયુ હતું. બાદમાં પણ અષાઢ મહિનાના અંતિમ સપ્તાહ સુધી ચોમાસુ બેસ ગયા છતા પણ સાર્વત્રિક વરસાદનો દોર શરૂ થયો હતો નહિ. પરંતુ અષાઢ મહિનાના અંતિમ અઠવાડિયાથી દુકાળના ડાકલા વાગવાની વાતો વચ્ચે મેઘરાજાએ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર હેત વરસાવવાનું ચાલુ કર્યુ હતું ને અવિરત અઢીમાસ કરતા વધુ સમય સુધી અવિરત બે ત્રણ સાર્વત્રિક વરસી અલગ અલગ જીલ્લાનાં હેત વરસાવવાનું ચાલુ કર્યુ તે નોરતાના નવ દિવસ પણ ચાલુ રહ્યું હતું.

આ દરમિયાન વર્ષો બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં 150 ટકા કરતા સરેરાશ વરસાદ નોંધાયો હતો. જેની અસરથી સમગ્ર સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં ઘોડાપુર સાથે મોટાભાગના કુવાઓ, તળાવો, ચેકડેમો છલકાવી દેવા સાથે મોટાભાગના સ્થળોએ મોટા જળાશયોમાં 70 ટકાથી વધુ ભરી દીધા છે. તો અનેક મોટા ડેમો છલકાતા લગભગ પુરા સૌરાષ્ટ્રમાં દોઢથી બે વર્ષ કરતા વધુ સમય ચાલે તેટલો પાણીનો જથ્થો કુદરતે ઉપલબ્ધ કરાવી દેતા ચાલુ વરસે પાક પાણીનું ચિત્ર ચોકકસ ઉજળુ બન્યું છે.

ચાલુ વરસે જીલ્લાવાર જોઈએ તો કચ્છમાં 177.79 ટકા, સુરેન્દ્રનગરમાં 156.84 ટકા, રાજકોટમાં 151.84 ટકા, મોરબીમાં 181.24 ટકા, જામનગરમાં 182.06 ટકા, દ્વારકામાં 166.05 ટકા, પોરબંદરમાં 137.74 ટકા, જુનાગઢમાં 152.78 ટકા, સોમનાથ જીલ્લામાં 125.97 ટકા, અમરેલીમાં 139.56 ટકા, ભાવનગરમાં 132.79 ટકા અને બોટાદ જીલ્લામાં 168.17 ટકા સાથે સૌરાષ્ટ્રમાં સરેરાશ 150.06 ટકા મળી સૌરાષ્ટ્ર કચ્છમાં 163.58 ટકા સરેરાશ વરસી ગયાના વાવડ મળ્યા છે.

રાજકોટ
રાજકોટમાં સતત દિવસે ગરમી અને બફારો જયારે રાત્રીના સમયે શરૂ થતી ઠંડક સવારે મોડે સુધી અનુભવાતી હોવાથી ખુશ્નુમા હવામાનનો લોકોને અનુભવ થઈ રહ્યો છે. તો ગઈકાલે મહતમ તતાપમાન 36 ડીગ્રી નજીક પહોંચી ગયુ હતું તો આજે સવારથી નીચા તાપમાને ઠંડીનો અનુભવ લોકોને થયો હતો.


Loading...
Advertisement