યુપીમાં ગેસ સિલીન્ડર ફાટતા ત્રણ મકાન ધરાશાયી: 11 ના મોત

14 October 2019 11:37 AM
India
  • યુપીમાં ગેસ સિલીન્ડર ફાટતા ત્રણ મકાન ધરાશાયી: 11 ના મોત

મઉ તા.14
ઉતર પ્રદેશના મઉ જિલ્લામાં મુહમ્મદાબાદ ગોહનાં પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં વલીદપુર નગર પંચાયતમાં સવારે 6-45 કલાકે ગેસ સીલીન્ડર ફાટતાં ત્રણ મકાનો ધરાશાયી થયા હતા. જેમાં કાટમાળમાં દબાઈ જવાથી 11 લોકોનાં મોત નીપજયા હતા અને કાટમાળમાં દબાયેલા અન્ય લોકોનાં બચાવની કાર્યવાહી ચાલુ છે આ દુર્ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલો છે.
આજે વહેલી સવારે આ કરૂણાંતિકાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દોઢ ડઝન જેટલી એમ્બ્યુલન્સમાં ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માતવાળા મકાનની ગલી સાંકડી હોવાથી કાટમાળ હટાવવામાં મુશ્કેલી આવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ વલીદપુરનગરમાં છોટુ વિશ્ર્વકર્માના ઘરમાં સવારે ગેસ સિલીન્ડર ફાટવાથી આગ લાગી હતી. જેના પગલે આસપાસનાં લોકો આગ બુઝાવવા પહોંચી ગયા હતા. દરમ્યાન જોરદાર ધડાકા સાથે સિલીન્ડર ફાટતાં તે મકાનની સાથે આજુબાજુનાં બે અન્ય મ્ન પણ ધરાશાયી થતા કાટમાળમાં ફેરવાઈ ગયા આ ત્રણેય મકાનોમાં કુલ 23 લોકો રહેતા હતા.
કાટમાળમાં દબાઈ જતાં પરિવારનાં સભ્યો સિવાય કેટલાંક અન્ય લોકો મળી કુલ 11 લોકોના મૃત્યુના હાલ ખબર છે.
હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની લાશ કાટમાળમાંથી બહાર કઢાઈ રહી છે ઘાયલોને હોસ્પીટલે દાખલ કરાયા છે.


Loading...
Advertisement