એરપોર્ટ રોડ પરથી 8 વર્ષની બાળાનું અપહરણ કર્યા બાદ આઇસ્ક્રીમની લાલચે ‘હેવાનિયત’ આચરવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : રખડુ બાબુ બાંભવા ઝબ્બે

14 October 2019 11:10 AM
Rajkot Gujarat Saurashtra
  • એરપોર્ટ રોડ પરથી 8 વર્ષની બાળાનું અપહરણ કર્યા બાદ આઇસ્ક્રીમની લાલચે 
‘હેવાનિયત’ આચરવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : રખડુ બાબુ બાંભવા ઝબ્બે
  • એરપોર્ટ રોડ પરથી 8 વર્ષની બાળાનું અપહરણ કર્યા બાદ આઇસ્ક્રીમની લાલચે 
‘હેવાનિયત’ આચરવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : રખડુ બાબુ બાંભવા ઝબ્બે
  • એરપોર્ટ રોડ પરથી 8 વર્ષની બાળાનું અપહરણ કર્યા બાદ આઇસ્ક્રીમની લાલચે 
‘હેવાનિયત’ આચરવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : રખડુ બાબુ બાંભવા ઝબ્બે
  • એરપોર્ટ રોડ પરથી 8 વર્ષની બાળાનું અપહરણ કર્યા બાદ આઇસ્ક્રીમની લાલચે 
‘હેવાનિયત’ આચરવાનો પ્રયાસ કર્યાનો ધડાકો : રખડુ બાબુ બાંભવા ઝબ્બે

ગરબીમાંથી લ્હાણી લઇ દાદી સાથે ઘેર જતી હતી અને લીફટ આપવાના બહાને નરાધમ ઉઠાવી ગયો : રૈયા નજીક અવાવરૂ સ્થળે દુષ્કર્મ આચર્યુ : બાઇક કીચડમાં ફસાઇ જતાં અડધી રાત્રે આઠ વર્ષની બાળકીને રેઢી મુકી નાસી ગયો : રાતભર સીપી-ડીસીપીની આગેવાનીમાં શહેર પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી સવારે નિર્મલા રોડ પરથી નરાધમને ઝડપી લીધો : ચિક્કાર નશો કર્યા બાદ વાસનાનો કિડો સળવળતા દુષ્કર્મના ઇરાદે બાળકીને ઉઠાવી’તી

રાજકોટ તા.14
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ પગીપણું કરતા પરિવારની આઠ વર્ષની બાળાનું ઘર નજીકથી બાઈક સવાર અપહરણ કરી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.તત્કાળ સ્થળ પર પોલીસનાં ધાડા ઉતરી પડયા હતા. સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે અપહરણકાર બાઈક સવારની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાત્રીના બાળકીનો પતો લાગ્યો હતો.

ગરબીમાંથી લ્હાણી લઈ પરત ફરી રહેલી આ બાળાને લિફ્ટ આપવાના બહાને તેની દાદી અને નનાભાઈની નજર સામે નરાધમ અપહરણ કરી ગયો હતો.બાદમાં તેને રૈયા ગામ નજીક સ્મશાન પાસે અવાવરું સ્થળે લઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. પરત ફરતી વેળા અહીં કાદવમાં બાઇક ફસાઈ જતા આ શખ્સ બાળકીને રાત્રીના અહીં એકલી મૂકી નાસી ગયો હતો. બાદમાં આ બાળકી હિંમત કરી રોડ સુધી પહોંચી ગયા બાદ અહીંથી કરમાં પસાર થતા એક મહિલાનું ધ્યાન બાળકી પર પડ્યા બાદ તેને ઘર સુધી પહોંચાડી હતી.

પોલીસે બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ સામે અપહરણ, બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આ શખ્સના બાઈકના નંબરના આધારે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ રાજકોટ તથા અન્ય જિલ્લામાં નાકાબંધી કરાવી આરોપીના સગડ મેળવવા રાતભર તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. દરમ્યાન સવારે આ નરાધમે મોબાઇલ ચાલુ કરતાં પોલીસને તેનું લોકેશન મળ્યા બાદ નિર્મલા રોડ પાસેથી હેવાનિયત આચરનાર બાબુ દેવાભાઇ બાંભવાને ઝડપી લીધો હતો. રખડતું-ભટકતું જીવન પસાર કરનાર બાબુ બાંભવા સામે સાતેક ગુનો નોંધાઇ ચૂકયા હોવાનું અને બે વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકયો હોવાનું માલુમ પડયું હતું. ચિક્કાર નશાની હાલતમાં વાસનાનો કિડો સળવળતા તેણે દુષ્કર્મના ઇરાદે બાળકીનું અપહરણ કર્યુ હતું. બાદમાં આઇસ્ક્રીમની લાલચ આપી તે 8 વર્ષની બાળાને રૈયા નજીકના અવાવરૂ સ્થળે લઇ ગયો હતો. તેણે અહીં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ પરત ફરતી વેળાએ બાઇક કિચડમાં ફસાતા પડી જતાં ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે આરોપી સાથે અન્ય કોઇ મદદગારીમાં હતું કે કેમ તે સહિતની તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ઘટના સામે આવ્યા બાદ બાળકી સાથે હેવાનીયત આચરનાર આ શખ્સ પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આઠ વર્ષની બાળકી તેની દાદી અને છ વર્ષના નાનાભાઈ સાથે મોડી સાંજે ઘર નજીકની ગરબીમાં લ્હાણી લેવા ગઈ હતી. ત્યાંથી લ્હાણી લઈ પરત આવતી હતી. એરપોર્ટ ફાટક નજીકના વિસ્તારમાં પહોંચ્યા ત્યાં એક બાઈક સવાર આવ્યો હતો.

જેણે વૃદ્ધાને ચાલો ઘરે મુકી દઉં તેમ કહેતા વૃદ્ધા તૈયાર થઈ ગયા હતા. એટલામાં બાઈક સવાર અપહરણકારે બાળાને બાઈક આગળ બેસાડી દીધી હતી. જ્યારે વૃદ્ધા પૌત્ર સાથે બાઈક પાછળ બેસે તે પહેલા બાઈક સવાર બાળકીને ઉપાડી ભોમેશ્વર તરફ ભાગ્યો હતો.

આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ અને અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તત્કાળ પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે અપહરણકારની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસની જુદી જુદી ટીમોને કામે લગાડાઈ હતી.

પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી અપહરણકારના કોઈ સગડ પોલીસને મળ્યા ન હતા.પોલીસે અલગ અલગ ટિમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે અપહરણ કરનાર શખ્સને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાળકી ઘરે આવી ગયાની જાણ થતાં ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા તેમજ મહિલા પોલીસ મથકના પી.આઈ એસ.આર .પટેલ અહીં દોડી આવ્યા હતા. અને બાળકીની પુછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

બાળાએ વર્ણવેલી હકીકત મુજબ આ શખ્સ તેનું અપહરણ કરી ગયા બાદ તેને અલગ અલગ રોડ પરથી રૈયા ગામ નજીક સ્મશાન પાસે અવાવરું સ્થળે લઈ ગયો હતો રસ્તામાં આઇક્રીમ ખવડાવવાની લાલચ આપી છરી દેખાડી સતત ડરાવતો રહ્યો હતો. બાદમાં સ્મશાન નજીક બાવળની ઝાડીમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરત ફરતી વેળા બાઇક કીચડમાં ફસાઈ જતા તે પટકાયો હતો. જેથી તેને ઇજા પહોંચી હતી. બાદમાં બાળકીને આ અવાવરું જગ્યાએ રાત્રીના એકલી મૂકી નાસી ગયો હતો. બાદમાં બાળા હિંમત કરી રોડ સુધી આવી પહોંચી હતી. દરમિયાન અહીંથી એક કાર પસાર થતા તેમની નજર બાળકી પર પડતા તેમણે કાર રોકી બાળકીને ઘર સુધી પહોંચાડી હતી.

બાળાની આ હકીકત માલુમ પડ્યા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તુરંત મેડિકલ ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો. જે રીપોર્ટ આવી જતા બાળા પર દુષ્કર્મનો પ્રયાસ થયાનું માલુમ પડયું હતું.

બીજી તરફ પોલીસની ટીમ રૈયા ગામ પાસે સ્મશાનમાં નજીક તપાસ માટે પહોંચી ગઈ હતી અને અહીં તેમને આરોપીનું બાઇક ન. જીજે3 કેઈ 4461 મળી આવ્યું હતું. આ બાઇક નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક જેનું હતું તે મૂળ માલિકને શોધી કાઢયો હતો અને તેની પૂછપરછ કરતા ત્રણ માસ પહેલા તેણે આ બાઇક રણીમાં રૂડીમાં ચોક રૈયાધાર ખાતે રહેતા બાબુ દેવાભાઇ બાંભવા (ઉ.વ.30) નામના ભરવાડ શખ્સને વેંચ્યું હોવાની વાત જણાવતા પોલીસે આ શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. મોડી સાંજથી આરોપી મોબાઇલ સ્વીફ ઓફ હોય તેનું લોકેશન મળી શકયું ન હતું. પરંતુ સવારના આરોપીનો મોબાઇલ ચાલુ થતાં પોલીસની અલગ-અલગ ટીમ આરોપીનું લોકેશન મેળવવા કામે લાગી ગઇ હતી અને તેણે સવારના નિર્મલા રોડ પાસેથી દબોચી લીધો હતો.

આ બાબતે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે આરોપી બાબુ બાંભવા મૂળ હિંમતનગરનો વતની છે અને રખડતું-ભટકતું જીવન પસાર કરતો હતો. તેની સામે અગાઉ પણ દારૂ સહિતના સાતેક ગુનાઓ નોંધાઇ ચૂકયા છે અને બે વખત પાસા પણ થઇ ચૂકી છે. આરોપીએ ચિક્કાર નશો કર્યા બાદ વાસનાનો કિડો સળગળતા તેણે બાળાને દુર્ષ્કના ઇરાદે અપહરણ કર્યા બાદ રૈયા સ્મશાન નજીકના અવાવરૂ સ્થળે લઇ ગયો હતો અને અહીં તેણે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરત ફરતી વેળાએ બાઇક કિચડમાં ફસાઇ જતાં તે પટકાયો હતો. જેમાં તેને ઇજા પહોંચી હતી. આ ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં બનયો હોવા છતાં સરકારની નવી ગાઇડ લાઇન મુજબ અને આઇયુસીએડબલ્યુ અંતર્ગત મહિલા અને બાળકોને લગતાં ગુનાઓની તપાસ મહિલા અધિકારીઓ જ કરે તે હેતુ સાથે આ મામલે મહિલા પોલીસ મથકમાં આરોપી સામે દુષ્કર્મ, અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર.પટેલને સોંપવામાં આવી છે.

ગણતરીની કલાકોમાં બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ બાબુ બાંભવાને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની કામગીરીને પોલીસ કમિશ્નરે બિરદાવી હતી અને રૂા.15 હજારના ઇનામની જાહેરાત કરી હતી. આ ગુનામાં આરોપી સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ? સહિતના મુદ્દાઓ પર તપાસ કરવા આરોપીને રીમાનડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આરોપી બાબુ બાંભવાનો ગુનાહિત ભૂતકાળ: બે વખત પાસા પણ થયા’તા
પોલીસે નરાધમની આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું
બાળાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ તેને રાત્રીના એકલી મૂકી નાસી જનાર આરોપી બાબુ બાંભવા મૂળ હિંમતનગરનો રહેવાસી છે.
અને તે રૈયાધાર પાસે રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતો હાલ રખડતું ભટકતું જીવન પસાર કરે છે. આરોપી સામે દારૂ સહિતના સાત જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. આરોપીને વર્ષ 2014 અને વર્ષ 2018 માં પાસા પણ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ કમિશનર કચેરી ખાતે તેની આગવી ઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

નરાધમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે, આરોપીને
મહત્તમ સજા થાય તેવા કાગળો તૈયાર કરાશે
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ પગીપણું કરતા મૂળ પરિવારની આઠ વર્ષની બાળાનું ઘર નજીકથી બાઈક સવાર અપહરણ કરી તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ગુનામાં પોલીસે આરોપી બાબુ બાંભવાને ગણતરીની કલાકોમાં પકડી લીધો હતો. આ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે બાળા સાથે બનેલી આ ગંભીર ઘટનાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને તુરંત અને મહત્તમ સજા મળે તે પ્રકારના કાગળો તૈયાર કરવામાં આવશે. તેમજ આ કેસમાં સ્પેશિયલ પી.પી ની ફાળવણી કરાઈ તેવી પણ ભલામણ કરાશે.

પોલીસે અલગ-અલગ 10 ટીમો બનાવી નરાધમને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
રાજકોટમાં આઠ વર્ષની બાળાનું ગઈકાલ અપહરણ થયાની ઘટના બની હતી.જે ઘટના બાદ પોલીસે બાળકીના સગડ મેળવવા સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ,એસ.ઓ.જી ઉપરાંત અલગ-અલગ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતની અલગ-અલગ 10 જેટલી ટીમોએ રાતભર તપાસ ચલાવી આ શખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. સવારના આરોપીનો મોબાઈલ ચાલુ થતાં જ પોલીસે તેના લોકોશનના આધારે આરોપીને નિર્મલા રોડ પરથી દબોચી લીધો હતો.

બાળા આઘાતમાંથી જલ્દી બહાર આવે તે માટે તેનું સતત કાઉન્સલિંગ કરાશે
આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી તેને આઈસ્ક્રીમની લાલચ આપી રૈયા ગામ નજીક અવાવરું સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરવાંમાં આવ્યો હતો.પોલીસે તપાસનો ધમધમાટ ચલાવી આરોપી બાબુ બાબુ બાંભવાને ઝડપી લઈ તેની આગવી ઢબે સરભરા કરવામાં આવી હતી. આ બાબતે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિસદમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બાળકી આ ઘટનાના આઘાતમાંથી જલ્દી બહાર આવે તે માટે મનોવૈજ્ઞાનિક મારફત તેનું સતત કાઉન્સલિંગ કરવામાં આવશે. તેમજ બાળાના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોઈ તેના ઉમદા ભવિષ્ય માટે તેને આ કેસમાં મહત્તમ વળતર મળે તેવા પ્રયાસ કરાશે.

બાળાને ઘર સુધી પહોંચાડનાર યુગલનું સન્માન કરવામાં આવશે
પોલીસે નરાધમની આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું
આઠ વર્ષની બાળકી તેની દાદી અને છ વર્ષના નાનાભાઈ સાથે મોડી સાંજે ઘર નજીકની ગરબીમાં લ્હાણી લેવા ગઈ હતી. ત્યાંથી લ્હાણી લઈ પરત આવતી હતી. એરપોર્ટ ફાટક નજીકના વિસ્તારમાં પહોંચ્યા ત્યાં એક બાઈક સવાર આવ્યો હતો.જેણે વૃદ્ધાને ચાલો ઘરે મુકી દઉં તેમ કહેતા વૃદ્ધા તૈયાર થઈ ગયા હતા.બાદમાં આ શખ્સ બાળાનું અપહરણ કરી નાસી ગયો હતો અને તે બાળાને રૈયા ગામ નજીક સ્મશાન પાસે નિર્જન સ્થળે લઈ ગયો હતો અને અહીં તેણે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.બાદમાં પરત ફરતી વેળા તેનું બાઇક કીચડમાં ફસાતા તે પાટકાયો હતો અને બાળકીને નિર્જન સ્થળે રાત્રીના એકલો મૂકી નાસી ગયો હતો. બાદમાં બાળા હિંમત કરી રોડ સુધી આવી પહોંચી હતી. દરમિયાન અહીંથી એક કાર પસાર થતા તેમની નજર બાળકી પર પડતા તેમણે કાર રોકી બાળકીને ઘર સુધી પહોંચાડી હતી.બાળકીને ઘર સુધી પહોંચાડી માનવતા અને જાગૃતતાનું કામ કરનાર એસ.આર.પી કવાર્ટર પાસે રતન્મ પ્રાઇડમાં રહેતા જિજ્ઞાબેન પટેલ અને તેમના મંગેતર તાસીર ચાવડાને પોલીસ કમિશનરે બિરદાવી તેમનું સન્માન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Loading...
Advertisement