ગીરના જંગલમાં સિંહ બાદ દીપડાના બચ્ચા સાથે યુવાનોનો પજવણી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ

14 October 2019 10:53 AM
Amreli Gujarat Saurashtra
 • ગીરના જંગલમાં સિંહ બાદ દીપડાના બચ્ચા સાથે યુવાનોનો પજવણી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ

દીપડાના બચ્ચાને ગળેથી પકડી વારંવાર પરેશાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે

અમરેલીઃ સિંહના બચ્ચાને હેરાન કરવાની ઘટના બાદ ગીર પંથકમાં ઢોર ચરાવવા નીકળેલા 4 યુવાનોએ દિપડીના એક બચ્ચાને હાથમાં પકડી ટીખળ કરતા હોય તેવો વીડિયો સામે આવતા વનતંત્ર પણ ધંધે લાગ્યું છે. ગીરનું વનતંત્ર ભલે આ વિડીયોથી છેડો ફાડવા માંગતુ હોય આમ છતા તે અંગે તપાસ પણ શરૂ કરાવી છે. સોશિયલ મીડિયામાં દેખાયા બાદ વનતંત્રએ તેના થકી જ આ ઘટના કયાની છે તે જાણવા તપાસ શરૂ કરી છે. થોડા વર્ષ પહેલા લીલીયાના ક્રાંકચમા ગામ લોકો સિંહણના બચ્ચાને હાથમા લઇ રમાડતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો.

રોમાંચ ખાતર જોખમ ખેડ્યું
હવે ગીર પંથકમા ચાર ટીખળી યુવાનો દિપડીના બચ્ચાને હાથમા લઇ રમાડતા હોય અને તેને પરેશાન કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. હાથમા લાકડીઓ લઇ ઢોર ચરાવવા નીકળેલા આ યુવાનોની નજરે દિપડીનુ બચ્ચુ ચડી જતા તેને હાથમા પકડી રમતે ચડયા હતા. આવુ કરવુ યુવાનો માટે મોટુ જોખમ પણ હતુ અને કાયદાનો ભંગ પણ હતો. બચ્ચાને છોડીને ગયેલી દિપડી પરત આવે તો અચુક આ યુવાનો પર હુમલો કરી દે. વિડીયોમા સંભળાતી વાતચીત મુજબ આ યુવાનો તે વાતથી માહિતગાર પણ હતા. આમ છતા રોમાંચ ખાતર તેમણે આ જોખમ ખેડયું હતુ.

વારંવાર મોબાઇલ તેના મોં પાસે લઇ જઈ પરેશાન કર્યું
આ યુવાનોએ દિપડીના બચ્ચાને ખુબ જ ઉશ્કેર્યુ હતુ અને વારંવાર તેના મો પાસે મોબાઇલ રાખી પરેશાન કર્યુ હતુ. લાચાર બચ્ચાને પાછળની બાજુથી એક શખ્સે ગળામાથી પકડી રાખ્યું હતુ. સોશ્યલ મિડીયામા આ વિડીયો વાયરલ થતા વનતંત્ર ધંધે લાગ્યું હતુ. બનાવ અંગે ગીર પુર્વના સીસીએફ વસાવડાએ જણાવ્યું હતુ કે વિડીયોમા સંભળાતી બોલી ગીર વિસ્તારની નથી લાગતી. કોઇ અન્ય વિસ્તારની હોય શકે. દિપડા બધે જ છે. છતા કોઇને આ અંગે જાણકારી હોય તો વનતંત્રનો સંપર્ક કરે.

Loading...
Advertisement