તમે શાળા/કોલેજમાં રડવાના ક્લાસ વિષે સાંભળ્યું છે: ગુજરાતના આ શહેરમાં શરૂ થયા જઈ રહ્યા છે રડવાના કલાસીસ

14 October 2019 09:13 AM
Surat Gujarat Off-beat Saurashtra
  • તમે શાળા/કોલેજમાં રડવાના ક્લાસ વિષે સાંભળ્યું છે: ગુજરાતના આ શહેરમાં શરૂ થયા જઈ રહ્યા છે રડવાના કલાસીસ

તમે શાળા કે, કોલેજમાં ઘણા ક્લાસ જોયા હશે, ડ્રોઈંગ ક્લાસ, ડાન્સ ક્લાસ, યોગા ક્લાસ પણ તમે રડવાના ક્લાસનું નામ સાંભળ્યું છે ક્યારેય પરંતુ સુરતમાં હવેથી શાળા કોલેજમાં શરૂ થશે રડવાના ક્લાસ. આ ક્લાસમાં અઠવાડિયામાં એક દિવસ કોલેજના વિદ્યાર્થીઓ એક વાર મનભરીને રડીને મન હળવું કરશે.

સુરત: શહેરના કડોદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી ગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ક્લાસમાં કોલેજની વિદ્યાર્થીનીઓ એક સાથે બેસીને પોતાનું દુખ વ્યક્ત કરીને મન હળવું કરી શકશે. આ ક્લાસ શરૂ કરવાનું ઉદેશ્ય છે કે, વર્તમાન સમયમાં લોકો ઘણું સહન કરીને જીવન જીવી રહ્યા છે. કેટલીક તકલીફોને બહાર કાઢવાના બદલે મનમાં રાખી રહ્યા છે, આની અસર લોકોની માનસિક સ્થિતિ પર પડે છે અને જેના કારણે તે લોકો માનસિક રોગનો શિકાર બને છે.

આ ક્રાઈંગ ક્લબ દ્વારા અઠવાડિયામાં એક વાર સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી ગર્લ્સ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ક્રાંઇક ક્લાસમાં ડૉ. નિર્મલ ચોરારિયા, ડૉ. મુકુલ ચોક્સી, ડૉ. તૃપ્તી પટેલ અને કમલેશ મસાલાવાલા વિદ્યાર્થીનીઓના ક્લાસ લેશે. રડવાના કારણે ઘણા ફાયદાઓ થાય છે. જેમાં શારીરિક અને માનસિક હળવાશ અનુભવાય છે, મન હળવું થઇ જાય છે, આંખને ઠંડક મળે છે, માનસિક તણાવથી મુક્તિ મળે છે.

આ બાબતે ક્રાઈંગ ક્લબના સ્થાપક કમલેશ મસાલાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં પહેલી વાર અમારી સંસ્થા દ્વારા કોઈ કોલેજમાં રડવાના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. પહેલા ક્લાસમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને મુક્ત મને રડ્યા હતા.


Loading...
Advertisement