રાજકોટમાં હિટ એન્ડ રન : કાર ચાલકે 3 કાર અને એક બાળકીને અડફેટે લીધી,ચાલક ફરાર

11 October 2019 08:52 AM
Rajkot Crime Saurashtra
  • રાજકોટમાં હિટ એન્ડ રન : કાર ચાલકે 3 કાર અને એક બાળકીને અડફેટે લીધી,ચાલક ફરાર

મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના, નવા 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી, કાર ચલાક અકસમાત સર્જીને ફરાર.

રાજકોટમાં કાર ચાલકો બેકાબુ બન્યા છે. અવારનવાર થતાં અકસ્માતોના કારણે શહેરના રસ્તાઓ જોખમી બની રહ્યા છે. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે રાજકોટ શહેરના હાર્દ સમા 150 નવા ફૂટ રિંગ રોડ પર એક હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. આ ઘટનામાં એક કાર ચાલકે 3 કાર સાથે એક બાળકીને અડફેટે લેતાં મોટો અકસ્માત થયો છે. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હોવાની વિગતો બહાર આવી છે.

આ ઘટનામાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. કારની ટક્કરે 3 કાર અથડતાં બે કારના બોનેટ તૂટી ગયા હતા. આ અકસ્માતને નજરે જોનારા મુજબ કોઈ ફિલ્મી અકસ્માત હોય તેવી સ્થિતી સર્જાઈ હતી.


હિટ એન્ડ રનના બનાવ બાદ લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. આ અકસ્માતમાં એક ગ્રે કલરની હ્યુંડાઈ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારના ચાલકોને પણ નાની મોટી ઇજા થઈ હતી જ્યારે એક બાળકી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી.

નવા રિંગ રોડ પર પૂરપાટે આવતી એક કારના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ધડાકાભેર ટક્કર મારી હતી. આ કારની ટક્કરે ત્રણ કાર આવી હતી જેમાં એક કારમાં સવાર બાળકીને ઇજા પહોંચી હતી. મોડી રાતની ઘટનામાં કારની ટક્કર મારી ચાલક નાસી ગયો હતો જેની શોધખોળ હાથ ધરાઈ છે.


રાજકોટમાં અગાઉ હિટ એન્ડ રનની ઘટનામાં લોકોના જીવ ગયો હોય તેવા પણ દાખલાં છે ત્યારે આ પ્રકારના અકસ્માત સર્જી બેજવાદાર ડ્રાઇવિંગ કરતા તત્વો સામે પોલીસ કડકમાં કડક કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.


Loading...
Advertisement