સ્વાસ્થ્ય સેવાઓના મામલે ‘બિમાર’ 14 રાજયોને બજેટ કપાતનું ઈન્જેકશન લાગશે

10 October 2019 11:15 AM
Budget 2019 Health India
  • સ્વાસ્થ્ય સેવાઓના મામલે ‘બિમાર’ 14 રાજયોને બજેટ કપાતનું ઈન્જેકશન લાગશે

ગુજરાત સહિત 20 રાજયોને બહેતર પ્રદર્શનથી મળશે બોનસ : રાજધાની દિલ્હી સહીત 16 રાજયો સ્વાસ્થ્ય પ્રદર્શનમાં બદતર

નવી દિલ્હી તા.10
સ્વાસ્થ્ય ક્ષેત્રે ખરાબ દેખાવ કરનારા રાજયો સામે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આકરા પગલા લીધા છે મંત્રાલયે ટુંક સમયમાં જ આ રાજયોને મળનારી વાર્ષિક આર્થિક મદદમાં કપાત સુધીનાં પગલા લઈ શકે છે. નીતિ આયોગના રિપોર્ટમાં લગભગ દેશનાં 14 રાજયનું પ્રદર્શન સૌથી ખરાબ મળ્યુ છે.
આ રાજયોમાં દેશની રાજધાની દિલ્હી સહીત ઉતરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સુધીનાં રાજયો સામેલ છે. જયારે પંજાબ અને હરીયાણાની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે અને તેમની રેન્કીંગ પણ સુધરી છે. મંત્રાલયે આવા રાજયોને વધારાની આર્થિક મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજયમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ બહેતર બનાવવાનાં ઉદેશથી મંત્રાલયે ગત વર્ષે રેન્કીંગ સીસ્ટમ શરૂ કરી હતી તેનો રીપોર્ટ હવે જાહેર કરાયો છે. જેમાં દિલ્હી સહીતના 10 રાજયોને સ્વાસ્થ્ય સેવાઓની પેનલ્ટી પર રખાયા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે જે ચાર રાજયોને બહાર કરાયા તેમાં સિકકીમ, અરૂણાચલ પ્રદેશ અને મેઘાલય નાગાલેન્ડને 20 અંક સાથે બહાર કરાયા છે. કુલ 36 રાજયોમાં પ્રદર્શન ન તો ઓછુ કે ન તો વધારે મળ્યુ છે. જયારે બાકી 20 રાજયોને વધારાની મદદ કરવામાં આવશે.
જે રાજયોની સ્વાસ્થય સેવાઓમાં સુધારો નથી આવ્યો તેવા રાજયોની કરોડો રૂપિયાની મદદમાં કપાત આવી શકે છે. આવા રાજયોમાં બિહાર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે.
જયારે યુપી, હરીયાણા, પંજાબ, ત્રીપુરા, ગુજરાત, કેરળ, દીવ-દમણ, વગેરે રાજયોની સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારાને પગલે આ રાજયોને બોનસ પણ આપવામાં આવશે.


Loading...
Advertisement