રેલ્વે સ્ટેશન પાસે વોર્ડ-3 ભાજપ પ્રમુખ હેમુ ભરવાડનો રેલ્વે કર્મચારી પર હુમલો

09 October 2019 08:13 PM
Rajkot
  • રેલ્વે સ્ટેશન પાસે વોર્ડ-3 ભાજપ પ્રમુખ હેમુ ભરવાડનો રેલ્વે કર્મચારી પર હુમલો

રેલ્વે કવાટર્સ પાસે સોસાયટીમાં કામ ચાલતું હોય કામ બંધ કરવાની હેમુએ શ્રમિકોને ધમકી આપી : હેમુને સમજાવવા ગયેલા રેલ્વેના સીનીયર સેકસન એન્જીનિયરને ઢીબી નાખ્યા: ભલામણ માટે પોલીસ અધિકારીને ફોન આવ્યા

રાજકોટ તા.9
જંકશન રોડ ભાટીયા બોર્ડીંગ પાસે રેલ્વે કવાટર્સની સોસાયટીમાં રસ્તા પર કામ કરી રહેલા મજુરોને ભાજપના વોર્ડ નં.3ના પ્રમુખ હેમુ ભરવાડ અને તેના સાગરીતોએ કામ બંધ કરી દેવાનું કહી મજુરો સાથે માથાકૂટ કરી રેલ્વેમાં સીનીયર સેકસન એન્જી.ને હેમુ ભરવાડ સહિત ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા ઘવાયેલા સીનીયર સેકસન એન્જી.ને અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. બનાવની જાણ થતા જ પ્ર.નગર પોલીસે તપાસ આદરી છે. જો કે હેમુ વોર્ડ નં.3નો ભાજપ પ્રમુખ હોય પ્ર.નગરના અધિકારીના ફોન પર ભલામણો શરૂ થઈ ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોઠી કંપાઉન્ડ રેલ્વે કવાટર્સમાં રહેતા રણજીતભાઈ અન્નામલ મિના (ઉ.57) નામના રેલ્વેના સીનીયર સેકસન એન્જી. ગઈકાલે સવારના સુમારે રેલ્વે સ્ટેશન સામે ભાટીયા બોર્ડીંગની પાછળ સોસાયટીમાં નોકરી પર હતા ત્યારે વોર્ડ નં.3 ભાજપ પ્રમુખ હેમુ ભરવાડ તેના સાગરીતો સંજય અને તેની સામે અન્ય ચાર શખ્સોએ આવી માથાકૂટ કરી હતી અને રણજીતભાઈ મીનાને ઢીકાપાટુનો માર મારતા અત્રેની સિવિલમાં ખસેડાયો છે.
બનાવ અંગે રણજીતભાઈ સાથે આવેલ કોન્ટ્રાકટર જનકભાઈ રાખોલીયાએ જણાવ્યું હતું કે, રણજીતભાઈ મીના સીનીયર સેકશન એન્જીનીયર છે. બે ચાર દિવસથી ભાટીયા બોર્ડીંગની પાછળ સોસાયટીમાં રસ્તા પર કામ ચાલુ છે ત્યારે હું પણ ત્યા હાજર હતો ત્યારે હેમુ ભરવાડે આવીને કહ્યું કે અહીંયા રસ્તો કેમ બંધ કરો છો કહી રણજીતભાઈ સાથે માથાકૂટ કરી હતી અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. જો કે કામગીરી રેલ્વેના પ્રીમાઈસીંસમાં આવતી હોય સોસાયટીનો પ્રશ્ર્ન હતો. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના ચોપડે એન્ટ્રી નોંધવામાં આવતા પ્ર.નગર પોલીસે તપાસ આદરી છે.
હેમુ ભરવાડ રાજકીય વગ ધરાવતો હોવાથી બનાવ બન્યા બાદ તુરંત જ પ્ર.નગરના પીઆઈ બી.એમ. કાતરીયાના ફોન પર ભલામણોના ફોન શરૂ થયા હતા અને ફરીયાદ કરવા ગયેલા રેલ્વે અધિકારી રણજીતભાઈ મીના અને કોન્ટ્રાકટર જનકભાઈને કલાકો સુધી પોલીસ મથકે બેસવુ પડયુ હતું.


Loading...
Advertisement