ગુજરાતમાં પીએચડી સ્કોલરોની સંખ્યા 6 વર્ષમાં 160% વધી

09 October 2019 08:12 PM
Rajkot
  • ગુજરાતમાં પીએચડી સ્કોલરોની સંખ્યા 6 વર્ષમાં 160% વધી

અમદાવાદ તા.9
2011-12ની સરખામણીએ 2017-18માં ડોકટરલ અભ્યાસ માટે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા દોઢ ગણી વધી છે.
પીએચડી પદ્વી માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વાર્ષિક 17% વૃદ્ધિથી એ માન્યતા ખોટી ઠરે છે કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં રિસર્ચ વિદ્યાર્થીઓને ઝાઝું મહત્વ અપાતું નથી, અને ઉચ્ચતર અભ્યાસ કરવા ઝાઝા લોકો આગળ આવતા નથી.
2011-12માં 2270 ઉમેદવારોએ પીએચડી માટે નોંધણી કરાવી હતી. 2018-19માં આ સંખ્યા 5917એ પહોંચી હતી.
ગુજરાતના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે ગત કેટલાક વર્ષોમાં રિસર્ચ ગાઈડની પ્રાપ્યતા વધી હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. થોડા વર્ષો પહેલાં સ્ટુડન્ટ ટીચર રેશિયો 27:1 હતો, જે હવે 24:1 થયો છે. આમ વર્ષમાં પીએચડી કરવા સગવડ આપતી યુનિવર્સિટીઓની સંખ્યા 22થી વધી 44 થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે 2018-19માં પીએચડી ઉમેદવારોની સંખ્યા આગલા વર્ષ કરતાં 70 વધી છે. આ વર્ષે અમે 450 વિદ્યાર્થીઓને તેમના પર્ફોમન્સના આધારે મદદ કરીશું.


Loading...
Advertisement