પે એન્ડ પાર્કના રૂા.2થી માંડી કરોડોના પ્રોજેકટમાં ટકાવારીનું ચલણ કાયમી બન્યું!

09 October 2019 08:12 PM
Rajkot
  • પે એન્ડ પાર્કના રૂા.2થી માંડી કરોડોના પ્રોજેકટમાં ટકાવારીનું ચલણ કાયમી બન્યું!

ભ્રષ્ટાચાર માટે મહેસુલ, પોલીસ જેવા જ ખાતા નં.1 નથી..

રાજકોટ તા.9
રાજકોટ મહાપાલિકાના વહીવટી પ્રજાને પડતા ત્રાસમાંથી જ ભ્રષ્ટ સાંઠગાંઠની વિગતો બહાર આવે છે. પે એન્ડ પાર્કમાં રૂા.2ના બદલે રૂા.5 તોડવાથી માંડી રોડ કે બ્રીજના કામમાં પણ ભ્રષ્ટાચાર પાછળ ટકાવારીના ધોરણો જવાબદાર રહે છે.
મહાપાલિકા દ્વારા વર્ષે કરોડો રૂપિયાના કામો કોન્ટ્રાકટથી કરાવવામાં આવે છે. ભુગર્ભ ગટર સફાઈથી માંડી મોટા મોટા બાંધકામોના કામ મોટી મોટી ઓનથી આપવામાં આવે છે. આ કુલ ખર્ચમાંથી ચૂંટાયેલા લોકો અને અધિકારીઓની મોટી લોબીની ટકાવારીનો ભાગ રહેતો હોવાનું કયારેય મનપામાં છુપુ રહ્યું નથી. વિપક્ષના પણ ઘણા લોકો કોન્ટ્રાકટર સુધી પહોંચી જતા હોય છે. આવી છાપ વચ્ચે બેદરકારી અને ભ્રષ્ટાચાર ઢંકાઈ જતા હોય છે.
તાજેતરમાં કોર્પો.એ જુદી જુદી ત્રણ ડઝન પે એન્ડ પાર્ક સાઈટના કોન્ટ્રાકટ આપવા રીટેન્ડર કર્યુ છે. આ કામમાં રૂા.2ના બદલે રૂા.5 લઈને ત્રણ ત્રણ રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ અધિકારીઓની મીઠી નજર હેઠળ થાય છે. તો મોટા પ્રોજેકટના કામમાં પડતા ગાબડા સામે કોઈ કાર્યવાહી થતી નથી. નાનુ કામ હોય કે મોટુ, રાજકોટ કોર્પો.માં કોઈની સામે જવાબદારી જેવા પગલા લેવાતા નથી તે હકીકત છે.
સૌથી ભ્રષ્ટ ખાતામાં ટોપ પર મુકાયેલા મહેસુલ અને પોલીસ તંત્રની જેમ જ સ્થાનિક સ્વરાજયની સંસ્થાનો ભાગીદારી વાળો ભ્રષ્ટાચાર તો સીધો લોકોને ત્રાસ આપતો હોય છે તે કોઈ યાદ પણ કરતું નથી.


Loading...
Advertisement