બ્રીજ-ડામર રોડમાં ગાબડા, ગેરકાયદે બાંધકામો: મિલ્કતોની ખખડેલી હાલત

09 October 2019 08:11 PM
Rajkot
  • બ્રીજ-ડામર રોડમાં ગાબડા, ગેરકાયદે બાંધકામો: મિલ્કતોની ખખડેલી હાલત

છે કોઈ કરોડોના કામમાં ક્ષતિ માટે જવાબદાર?

રાજકોટ તા.9
મહાપાલિકા દ્વારા કરવામાં આવતા કરોડોના કામો અને તે બાદ ખખડી જતી પ્રોજેકટની હાલત માટે કોઈ અધિકારીને જવાબદાર ગણીને પગલા લેવામાં આવ્યાનું કોઈને બહુ યાદ આવતુ નથી. દર વર્ષે કરોડોના ડામર કામ ધોવાઈ જાય છે અને બ્રીજથી માંડી કોર્પો. બિલ્ડીંગ જેવી મિલ્કતોની દિવાલોમાં ગાબડા પણ પડે છે. પરંતુ કોન્ટ્રાકટર કે અધિકારીઓના બદલે જાણે કરદાતા નાગરિકો જ જવાબદાર હોય એવી સીસ્ટમ કોર્પો.માં ચાલે છે.
આ વર્ષે ભારે વરસાદથી 51 કરોડના રોડ ધોવાઈ ગયાનો રીપોર્ટ ખુદ કોર્પો.એ તૈયાર કર્યો છે. આ વર્ષે જ લોકાર્પણ થયેલા રૈયા અને મવડી બ્રીજના બાંધકામ તથા રોડમાં ગાબડા પડયા છે. કોન્ટ્રાકટરને માત્ર નવી નોટીસ આપીને કામ કરવા કહેવાય છે. બાકી કઈ થતું નથી. મણીયાર હોલની હાલત ખંઢેર જેવી થતી જાય છે. જે અંગે પૂર્વ વિપક્ષી નેતા શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ તંત્રને ફરિયાદ કરી છે. પરંતુ કોઈની જવાબદારી નકકી થતી નથી. કાયદેસર જેટલો જ ગેરકાયદે બાંધકામનો મોટો કારોબાર રાજકોટમાં થાય છે. પરંતુ તંત્ર અમુક સૂચિત બાંધકામ તોડવા સિવાય કઈ કરતું નથી. આથી જ નવા બાંધકામો ચાલુ રહે છે. ઓડિયોરીયમથી માંડી ખુદ કોર્પો. બિલ્ડીંગ કચેરીમાં ભેજ ટપકે છે. પરંતુ કોઈ સામે પગલા લેવાતા નથી.
ભારતીય સૈન્યની માહિતીની જેમ કોર્પો.માં ડામરના સેમ્પલની માહિતી ગોપનીય રાખવામાં આવે છે. અગાઉ સેપ્ટીપીન જેવા કામમાં પણ ગોલમાલ પકડાય છે. પરંતુ કરોડોના કામમાં પણ એકવાર ખર્ચ થયા બાદ કોઈને રસ હોતો નથી તે હકિકત છે.


Loading...
Advertisement