ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે આઇવા ગાડીની ઠોકરે બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ

09 October 2019 08:06 PM
Rajkot
  • ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે આઇવા ગાડીની ઠોકરે બાઇક ચાલક યુવકને ગંભીર ઇજાઓ

રાત્રીના ત્રણ વાગ્યે રાસોત્સવમાંથી પોતાના ઘરે પરત ફરતો હતો

રાજકોટ તા.9
શહેરના કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં રહેતો 22 વર્ષીય દરબાર યુવક મંગળવાર રાત્રીના રેસકોર્ષ સુરભી રાસોત્સવમાંથી કામ પૂર્ણ કરી પોતાનું વાહન લઇ ઘરે જતો હતો. ત્યારે ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાસે આઇવા ગાડીના ચાલકે બાઇકને હડફેટે લઇ વાહનને પલટી મરાવી ચાલક નાશી છુટયો હતો. જયારે ઇજાગ્રસ્ત યુવકને સ્થાનિક વાહન ચાલકોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ગંભીર ઇજા થવાથી તબીબે આઇસીયુ વોર્ડમા: દાખલ કરી પરિવારજનોને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર શેરી નં.29માં રહેતો રીપોર્ટર તરીકે કામ કરતો ગૌરવરાજ રામપરવેશસિંહ ગોહેલ (ઉ.વ.22) નામનો યુવાન ગત તા.7ના રોજ સોમવારે રેસકોર્ષ સુરભી રાસોત્સવમાં પોતાનું જીજે 11 એચ પ337 નંબરનું બાઇક લઇને ગયો હતો. રાત્રીના સમયે ત્રણેક વાગ્યાની આસપાસ એસટી વર્કશોપ, ગોંડલ રોડ પર પહોંચતા આયવા ગાડી જીજે 03 એટી 2457એ ઠોકરે મારી બાઇક ચાલક દરબાર યુવકને ફંગોળી દીધો હતો. અકસ્માતમાં બાઇકમાં નુકશાન થયા બાદ દરબાર યુવકને મોઢાના ભાગે ડાબા હાથના ભાગે તથા ડાબા પગના ભાગે ગંભીર ઇજા થતાં કપાળના ભાગે પણ લોહી નીકળતા સ્થાનિક લોકોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ગંભીર ઇજા થલઇ હોવાથી દરબાર યુવકને ફરજ પરના તબીબે સારવાર અર્થે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો. જે બનાવ સમયે આયવા ગાડી ચાલક પોતાની ગાડી મુકી નાસી છુટયો હતો. જે બનાવ અંગે યુવકના પિતા રામપરવેશસિંહ ગોહિલે નાશી જનાર વાહન ચાલક વિરૂઘ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પીએસઆઇ જે.કે.પાંડાવદરાએ વધુ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement