મુંબઈમાં લોકલ ટ્રેનના ડબ્બામાં આગથી અફડાતફડી: જાનહાની નહીં

09 October 2019 07:59 PM
India
  • મુંબઈમાં લોકલ ટ્રેનના ડબ્બામાં આગથી અફડાતફડી: જાનહાની નહીં

આગ તાત્કાલીક કાબુમાં લેવાઈ: ટ્રેન સેવા સામાન્ય

મુંબઈ તા.9
અત્રે લોકલ ટ્રેનના ડબ્બામાં આજે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે બાદમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો અને આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ.
આ ઘટના નવી મુંબઈનાં વશી સ્ટેશનમાં બની હતી. ટ્રેનમાં સવાર દરેક યાત્રીઓને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં જાનહાનીની કોઈ ખબર નથી અને આ રૂટ પર દરેક ટે્રન સેવા સામાન્ય રૂપે કામ કરી રહી છે.
વધુમાં જણાવાયું છે કે હાર્બર લાઈન પર વશી સ્ટેશન પર એક લોકલ ટ્રેનનાં ઓવરહેડ ઈકવીપમેન્ટ ટ્રીપ થઈ ગયા બાદ ટ્રેનનાં પેન્ટોગ્રાફમાં આગની લપેટો અને ખુબ જ ધૂમાડો દેખાયો હતો જેને સ્ટેશન પરના સ્ટાફે તરત બુઝાવી દીધી હતી.


Loading...
Advertisement