એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ લાવો અને ભરપેટ ભોજન જમો

09 October 2019 07:56 PM
India
  • એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ લાવો અને ભરપેટ ભોજન જમો

છતીસગઢમાં શરુ થયું દેશનું પ્રથમ ‘ગાર્બેજ કેફ’

રાયપુર તા.9
પ્લાસ્ટિકની વાતાવરણને થતું નુકશાન રોકવા છતીસગઢમાં નવી પહેલ શરુ થઈ છે. એ હેઠળ ગાર્બેજ કેફે શરૂ કરાયું છે અને એ 24 કલાક ખુલ્લું રહેશે. અંબિકાપુરમાં દેશનું આ પ્રથમ ગાર્બેજ કેફે શરૂ થઈરહ્યું છે. આ પહેલથી અંબિકાપુર નગરપાલીકા પ્લાસ્ટિકનો 1 કિલો કચરો લાવનાર નાગરિકોને ભોજન આપશે. 500 ગ્રામ પ્લાસ્ટિક લાવનારને બ્રેકફાસ્ટ મળશે. આ કેફેમાં એકત્ર થનારો પ્લાસ્ટિકનો ઉપયોગ સડક બનાવવામાં થશે. અંબિકાપુર નગર નિગમે કેફે માટે પાંચ લાખ રૂપિયા ફાળવ્યા છે.


Loading...
Advertisement