કેવડીયામાં તા.11/12 દેશના તમામ ઉર્જા મંત્રીઓની મિનિસ્ટર કોન્ફરન્સ

09 October 2019 07:55 PM
Ahmedabad Gujarat
  • કેવડીયામાં તા.11/12 દેશના તમામ ઉર્જા મંત્રીઓની મિનિસ્ટર કોન્ફરન્સ

કોન્ફરન્સમાં ઉર્જા વિભાગના સચિવો, એમડી ઉપસ્થિત રહી ઉર્જા પ્રશ્ર્ને ચર્ચા કરશે

ગાંધીનગર તા.9
દેશના તમામ રાજ્યોના ઉર્જા પ્રધાનો , ઉર્જા વિભાગના તમામ સચિવો,તમામ એમડી , સહિત ઉર્જા ક્ષેત્રના વડાઓની કેવડિયા કોલોની ખાતે મિનિસ્ટર કોન્ફ્રન્સ આયોજીય કરવામાં આવી છે.
અંગે માહિતી આપતા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર પી સિંહની અધ્યક્ષતા માં આગામી 11 અને 12 ઓક્ટોબરે દેશના તમામ ઉર્જા મંત્રીઓ ની વિશેષ કોંફરન્સ આયોજીત કરવામાં આવી છે. ત્યારે બે દિવસ ચાલનારી આ કોંફરન્સ માં 250 વધુ ઉર્જા ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે. જેમાં ઉર્જા ને લગતા પ્રશ્નો સામે કેન્દ્રની અપેક્ષા ઓ અન્વયે મનોમંથન કરવામાં આવશે.ઉપરાંત રિન્યુઅલ એનર્જી , વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અંગે તૈયાર કરવામાં આવેલા એજન્ડા મુજબ વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે સાથે પરંપરાગત વીજ ઉત્પાદન, વીજ બચત, લાઇન લોસ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન અને મંથન કરવામાં આવશે.તો બીજી તરફ કોલસા, ગેસ , હાઇડ્રો, સોલાર આધારિત વીજ ઉત્પાદનની બાબતો પર વિશેષ ચર્ચા સાથે માર્ગદર્શન આપવા નું આયોજન કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર સૌરભભાઈ પટેલે વ્યક્ત કર્યો હતો. જોકે બે દિવસ ચાલનારી આ કોંફરન્સ માં ગુજરાત સરકાર તરફથી જ્યોતીગ્રામ યોજના , સોલાર રૂફ ટોપ પોલિસી , વિન્ડ એન્ડ સોલાર હાઈ બ્રિડ પાવર પોલિસી નું પ્રેઝન્ટેશન ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવશે અને તેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે કેવડિયા ખાતે આયોજીત કોંફરન્સ માં દેશના તમામ ઉર્જા પ્રધાન હાજર રહેશે. અને દેશમાં ઉર્જા ને લગતી તમામ કામગીરી, વિવિધ પ્રોજેકટ અંગે ચર્ચા વિમર્શ કરશે


Loading...
Advertisement