રાફેલ આપણું થયું જોકે ભારત આવવામાં હજૂ 8 મહિના લાગશે

09 October 2019 07:52 PM
India
  • રાફેલ આપણું થયું જોકે ભારત આવવામાં હજૂ 8 મહિના લાગશે

પૂરેપુરા 36 વિમાનો દેશમાં આવતા 3 વર્ષ લાગશે

નવી દિલ્હી તા.9
સુરક્ષા મંત્રી રાજનાથસિંહે ગઈકાલે દશેરાએ રાફેલનુ પૂજન કર્યા બાદ દ સોલ્ટ કંપનીનું પ્રથમ રાફેલ વિમાનનો સ્વીકાર કર્યો હતો. જયારે કુલ 36 રાફેલ ભારતીય વાયુસેનાનાં બેડામાં સામેલ કરવા ઘણો લાંબો સમય લાગી શકે છે.
ભારત ફ્રાન્સમાંથી કુલ 36 લડાયક વિમાન ખરીદશે.જેમાંથી મંગળવારે આ હપ્તાનું પ્રથમ વિમાન રાજનાથે
રીસીવ કર્યું હતું. જોકે આ માત્ર આધિકારીક હેન્ડ ઓવર છે.
હજુ આ વિમાન ફ્રાંસમાં જ રહેશે.જયાં વાયુસેનાનાં જવાનો તેની ઓપરેશનલ તાલીમ લેશે. 36 વિમાનોમાંથી 4 વિમાનો પ્રથમ મે 2020 સુધીમાં મળશે.ત્યારબાદ બધાજ 36 વિમાનો 2022 માં એટલે કે આગામી 3 વર્ષમાં ભારત પહોંચશે ભારત-ફ્રાન્સ વચ્ચે રાફેલ વિમાનની આ ડીલ લગભગ 59 હજાર કરોડ રૂપિયાની હતી.


Loading...
Advertisement