1-10 થી શરૂ થયેલ ખેડુતોની રજીસ્ટ્રેશનની કામગીરી 90 ટકા પુરી

09 October 2019 07:49 PM
Rajkot
  • 1-10 થી શરૂ થયેલ ખેડુતોની રજીસ્ટ્રેશનની કામગીરી 90 ટકા પુરી

રાજકોટ શહેર-જીલ્લામાં 70208 કિસાનોની નોંધણી: આવતીકાલથી ફોર્મની રેન્ડમલી ચકાસણી: યાર્ડ-ગામડાઓમાં કિસાનોની લાઈનો ઘટી ગઈ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં તલાટીનો વાવેતરનો દાખલો ફરજીયાત

રાજકોટ તા.9
રાજકોટ શહેર અને જીલ્લા સહીત રાજયભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન તા.1-10 થી શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટ જીલ્લામાં આજ દિવસ સુધીમાં 70,208 કિસાનોએ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. જીલ્લાનાં 11 માર્કેટીંગ યાર્ડ અને 324 ગ્રામ વિલેજ સેન્ટરોમાં હવે રજીસ્ટ્રેશન માટે કિસાનોની લાઈનો ઘટી ગઈ છે. 90 ટકા નોંધણીનું કામ પુરૂ થઈ ગયેલ છે ત્યારે હવે આવતીકાલથી ભરાઈને આવેલા ફોર્મની રેન્ડમલી ચકાસણી કરવામાં આવશે પરંતુ આ વખતે કિસાનોએ મગફળી વેંચતા સમયે પોતાનાં ખેતરમાં મગફળીનું વાવેતર કરેલુ છે તેઓ તલાટી મંત્રીનો દાખલો અવશ્ય જોડવો પડશે નહિં તો આ ખેડુતની મગફળી ખરીદ કરવામાં નહિં આવે તેવુ જાણવા મળેલ છે.
રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યા બાદ રાજકોટ સહિત રાજયભરમાં તા.1-10 થી 31-10 સુધી કિસાનોનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે.રાજકોટ શહેર અને જીલ્લામાં ખેડુતોનાં રજીસ્ટ્રેશનની કામગીરી મોટાભાગે પુરી થઈ ગયેલ છે.યાર્ડ અને વિલેજ કોમ્પ્યુટર સેન્ટરમાં હવે એકલ દોકલ ખેડુતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.રજીસ્ટ્રેનની કામગીરી મોટાભાગે પુરી થતાં આવતીકાલથી 10 ટકા અરજીઓની ચકાસણી કરવામાં આવશે. આ ચકાસણીમાં ખેડુતોનો જમીન વાવેતરમાં મગફળી વાવી છે તેવા તલાટીનાં દાખલાને રાજય સરકારે ફરજીયાત બનાવ્યુ છે. આ ઉપરાંત જે ખેડુત મગફળી વેંચવા રજીસ્ટ્રેશન કરાવે છે તે ખેડુતની બેન્ક ખાતાની પાસબુક અને આઈએફસી કોડ ફરજીયાત દર્શાવવાનો રહેશે.
રાજકોટ સહિત રાજયભરમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી તા.1-11 થી 90 દિવસ માટે કરવામાં આવશે મગફળીની ખરીદી માટે રાજય સરકારે રાજકોટ જીલ્લામાં 30 કી.મી.ની ત્રીજયામાં આવતાં સેન્ટ્રર વેર હાઉસમાં ગોદામો જ ભાડે રાખવા સુચના આપી છે.રાજકોટ જીલ્લામાં ગોંડલ તાલુકામાં સૌથી વધારે સરકારી ગોડાઉનો આવેલા છે,. આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા તેમજ ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક સિકયુરીટીની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. ગોડાઉન ઉપર જે કોઈ સરકારી અધિકારીઓ આવે તેમજ જાય તેની નોંધ રાખવા માટે સુચના આપવામાં આવી છે.મગફળી ખરીદીમાં કોઈ ગેરરીતી ન સર્જાય તે માટે જીલ્લા કલેકટર દ્વારા અગાઉથી જ ફૂલપ્રુફ આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું ગોદામ મેનેજર સખીયાએ અંતમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement