ભારતમાં બનાવટી ચલણી નોટો ઘુસાડવા પાક તેના ડિપ્લોમેટનો ઉપયોગ કરે છે

09 October 2019 07:47 PM
India
  • ભારતમાં બનાવટી ચલણી નોટો ઘુસાડવા પાક તેના ડિપ્લોમેટનો ઉપયોગ કરે છે

ચેકીંગ વગર મુસાફરી કરી શકતા ડિપ્લોમેટિક સુવિધાનો દૂરઉપયોગ: બાંગ્લાદેશથી રૂા.1 કરોડની નોટો ઝડપાઈ

લંડન: આતંકવાદ મુદે ભારત સામે માર ખાઈ રહેલા પાકિસ્તાને હવે ફરી એક વખત ભારતીય ચલણની બનાવટી નોટો ઘુસાડવામાં પાક તેની ડિપ્લોમેટીક ચેનલનો ઉપયોગ કરે છે. પાકની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નેટવર્ક હેઠળ આ બનાવટી ચલણી નોટો તૈયાર થાય છે. પાક પછી તેને તેના ડિપ્લોમેટ દ્વારા નેપાળ અને બાંગ્લાદેશ પહોચાડે છે.
સામાન્ય રીતે ડિપ્લોમેટીક પાસપોર્ટ ધરાવતા વ્યક્તિઓની તલાશી લેવામાં આવતી નથી અને પાક તે વ્યવસ્થાનો દૂરઉપયોગ કરી નેપાળ બાંગ્લાદેશમાં આ બનાવટી નોટો પહોચાડીને પછી તે દાઉદના નેટવર્ક મારફત ભારતમાં ઘુસાડે છે. ખાસ કરીને હાલમાં પંજાબમાં બાલીસ્તાની તરફી લોકો પાસેથી જે બનાવટી ચલણી નોટો ઝડપાઈ હતી તે હિપ્લોમેટીક ચેનલ મારફત હેરાફેરી થઈ હોવાનો ખુલાસો થયો છે.
હાલમાં ઢાકામાં અંદાજે રૂા.5 કરોડની ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો ઝડપાઈ હતી જે કાશ્મીરમાં ત્રાસવાદીઓને મોકલાઈ હતી.
દુબઈથી સલમાન શેરાના નામે આ પાર્સલ ઢાકા મોકલાયુ હતું અને તેનો પિતા અસલમ શેરા 90ના દશકાથી બનાવટી અમલી નોટોના કારોબારમાં છે.


Loading...
Advertisement