રાજકોટના સરદારજી કુલદીપસિંહના કંઠના કામણથી ચાહકો અભિભૂત : મોર બની થનગનાટ કરે : વીડીયો વાયરલ

09 October 2019 07:40 PM
Rajkot Entertainment
  • રાજકોટના સરદારજી કુલદીપસિંહના કંઠના કામણથી ચાહકો અભિભૂત : મોર બની થનગનાટ કરે : વીડીયો વાયરલ

રાજકોટના બે જાણીતા મ્યુઝીક કમ્પોઝર ઋષિક તેજસની જોડી વિદેશોમાં પ્રખ્યાત : કુલદીપસિંહ ગુજરાતી સાહિત્ય-લોકસંગીતના ચાહક : 2015થી રાજકોટમાં : ગુજરાતી અસ્મિતાનો વિડીયો વાયરલ : રાજકોટના વિવિધ સ્થાનો પર શૂટીંગ કરાયું છે : સાંજ સમાચાર કાર્યાલયની મુલાકાત લેતા કુલદીપસિંહ

રાજકોટ તા.9
પોતાના પુર્ણ શિખ સ્વરૂપમા સજ્જ કોઇ પાઘડી ધારી સરદારજી ભવ્ય મંદિરના પ્રાગણથી ડાયરાની શૈલીમાં દોહા લલકારે તો કેવુ આશ્ચર્યજનક લાગે... આવીજ આશ્ચર્યની લાગણી હાલમાં વાયરલ થએવા વિડીયો મોર બની થનગાટ કરે... ને જોઇને અનુભવાઇ રહી છે. નવરાત્રીએ ભક્તિ, શક્તિ અને એકતાનો પર્વ છે... આવા ઉમદા સંદેશ સાથે મૂળ અમદાવાદના કુલદિપ સિંઘ કલેરે એક વિડીયો સોગ બનાવ્યો છે, આ વિડીયો છેલ્લા બે દિવસથી ગુજરાતી અને નોનગુજરાતી ભારતિયોમાં ખુબજ સરાહના મેળવી રહ્યો છે. ગીતના લિરિક્સ મહાન ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીના કાવ્ય, ગુજરાત મોરી મોરી રે... અને શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય, મન મોર બની થનગાટ કરેમાંથી લેવામા આવ્યા છે.
ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, અસ્મિતા, એકતા અને સર્વધર્મ સમભાવની ભાવનાને તાદ્રશ્ય પ્રસ્તુત કરતો વિડીયો સોંગ, મન મોર બની થનગાટ કરે... સોશિયલ મિડીયા પર પ્રસંસા મેળવી રહ્યો છે. વાયર વિડીયો સોંગ અંગે વાત કરતા ગીતના ગાયક કુલદિપ સિંઘએ જણાવ્યુ હતુ કે, હું કોઇ પ્રોફેશનલ સિંગર નથી પણ છેલ્લા કેટલાક સમયથી એકતા અને અખંડતાની ગુજરાતની સાચી સ્પિરિટ રજુ કરતો વિડીયો સોંગ બનાવવાની તમન્ના હતી. ગુજરાતી સાહિત્ય પર થોડુ રિસર્ચ કર્યા પછી, મેં ગુજરાતી સાહિત્યની બે મહાન કૃતીઓ, ગુજરાત મોરી મોરી રે... અને મન મોર બની થનગાટ કરેને મર્જ કરી સોંગ બનાવવાનું નક્કિ કર્યુ. મન મોર બની થનગાટ કરે ખૈલેયાઓમાં પ્રચલિત છે અને ગુજરાત મોરી મોરી રે કાવ્ય ગુજરાતની અસ્મિતા રજુ કરે છે. લગભગ એક અઠવાડિયાની મહેનતે આ વિડીયો સોંગ તૈયાર થયો છે.
ગુજરાતની ખાશિયત છે કોઇ પણ ધર્મની વ્યક્તિ કેમન હોય હિંદુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ બધા ઉમળકા ભેર નવરાત્રી ઉજવતા હોઇએ છીએ. અને આજ વાત વિડીયોમા ઉતારવનો પ્રયાસ કર્યો છે. વિડીયો સોંગના બધા લોકેશન રાજકોટના છે, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી અને શ્રી ખોડલધામમા શુટિંગ કરવામાં આવી હતી. વિડીયોમાં અમે ગુજરાતી કલ્ચર રજુ કરવા માંગતા હતા, અને અમારી પાસે કોઇ અભિનેતાઓની ટીમ પણ નહોતી જોકે મજાની વાત તો એ હતી કે, અમે જેટલા લોકોને વિડીયોમા અભિનય કરવા માટે અપ્રોચ કર્યો એ તમામ અજાણ્યા લોકો વિડીયોમાં ઉમડકા ભેર ભાગ ભજવ્યો હતો. આમ કુલદીપ સિંઘે ઉમેર્યુ હતુ.
ઋશિક-તેજસને આપ્યુ સોલફૂલ સંગીત
ગીતમાં સંગીત રાજકોટના જ બે યુવા મ્યુઝિક કમ્પોજર્સ ઋશિક-તેજસે આપ્યુ છે, અગાઉ પર આ જોડી અનેકે વિડીયો સોંગમાં સંગીત આપી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, ઋશિક-તેજસની જોડી વિદેશોમાં પણ ખુબ પોપ્યુલર છે, આ લખાઇ રહ્યુ છે, ત્યારે આ બન્ને યુવા સંગીતકારો મસ્કતના પ્રવાસે છે અને પોતાના સંગિતથી વિદેશની ધરતીપર ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે.
અનેક વાયરલ વિડીયો બનાવી ચુક્યા છે કહત કલેર
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કહત કલેર અને પોજીટીવ પાજીના ઉપનામથી જાણીતા કુલદીપ સિંઘ અગાઉ પર ગુજરાતની ના થાય વાત... અને ગુગલને પુછી પુછી... જેવા ઘણા ગુજરાતી વાયરલ વિડીયો આપી ચુક્યા છે. મુળ અમદાવાદના કુલદીપ સિંઘ છેલ્લા 15 વર્ષોથી વ્યવસાયે લેખક છે, અને અખબાર, ટીવી ચેનલ, ન્યુજ પોર્ટલ અને રેડિયો જેવા માધ્યમોમાં એડિટર અને ક્રિએટિવ હેડ જેવા હોદ્દા સોભાવી ચુક્યા છે.


Loading...
Advertisement