અબકી બાર 75 કે પાર: હરિયાણામાં ભાજપનું સૂત્ર

09 October 2019 07:13 PM
India
  • અબકી બાર 75 કે પાર: હરિયાણામાં ભાજપનું સૂત્ર

મહારાષ્ટ્રની જેમ હરિયાણામાં પણ ભાજપ આક્રમક બેટીંગ કરી રહ્યું છે અને અમિત શાહે અહી અબકી બાર 75 કે પાર તેવુ સૂત્ર આપ્યુ છે. એટલે કે હરિયાણાની વિધાનસભામાં 90 બેઠકો છે. તેમાંથી ભાજપે 75 પર જીત હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને આ માટે ગુજરાત સ્ટાઈલથી કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોના ઉમેદવારને ભાજપમાં ભેળવીને ટિકીટ આપી છે. તથા પક્ષના અનેક ઉમેદવારોમાં સેલીબ્રીટીઓને પસંદ કર્યા છે કે જે સ્થાનિક સ્તરે લોકપ્રિય છે અને તેથી તેઓ મત મેળવી જશે તેવા સંકેત છે. હરિયાણામાં પહેલવાનો અને ટીકટોક સ્ટારની બોલબાલા છે અને ભાજપે સૌથી વધુ અસલામત બેઠક પર આ પ્રકારના ઉમેદવારને ટિકીટ આપી છે.


Loading...
Advertisement