કોંગ્રેસની સમસ્યા: રાહુલ પ્રચારમાં હોય તો પણ ચિંતા ન હોય તો પણ ચિંતા

09 October 2019 07:09 PM
India
  • કોંગ્રેસની સમસ્યા: રાહુલ પ્રચારમાં હોય તો પણ ચિંતા ન હોય તો પણ ચિંતા

અમારા નેતાએ અમને છોડી દીધા છે: સલમાન ખુર્શિદે સ્વીકાર્યુ : રાહુલ વિદેશ જતા ભાજપે પ્રશ્ર્ન ઉઠાવવાના શરૂ કરી દીધા: ચૂંટણી પ્રચારમાં જોડાશે કે કેમ તે અંગે પણ પ્રશ્ર્ન

નવી દિલ્હી તા.9
બે રાજયોની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે અને બંને રાજયોમાં કોંગ્રેસનો મુકાબલો સીધો ભાજપ પર છે તે સમયે જ રાહુલ ગાંધીની ગેરહાજરી કોંગ્રેસ પક્ષ માટે ચિંતા થઈ ગઈ છે. જો કે રાહુલ કોઈ પ્રભાવ પાડી શકે તેમ નથી પણ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ તે પ્રચારમાં હોય તો પણ ચિંતા અને ન હોય તો પણચિંતા છે. રાહુલ કયા તેવો પ્રશ્ર્ન કરવાનું ભાજપને તક મળી જાય છે અને ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શિદે સ્વીકારી લીધુ કે કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા રાહુલ ગાંધી જ છે. તેણે કહ્યું કે અમે શા માટે લોકસભા ચૂંટણી હાર્યા તેનું વિશ્ર્લેષણ કરવા પણ ભેગા નથી થઈ શકયા. અમારા નેતાએ અમને છોડી મુકયા છે તે અમારી સમસ્યા છે. સોનિયા ગાંધી હાલ કોંગ્રેસનું સંચાલન સંભાળે છે. પરંતુ તે ગેપફીલર છે.


Loading...
Advertisement