જેએનયુના નેતા ઉમર ખાલીદ પર ગોળી ચલાવનારને શિવસેનાની ટિકીટ

09 October 2019 07:06 PM
India
  • જેએનયુના નેતા ઉમર ખાલીદ પર ગોળી ચલાવનારને શિવસેનાની ટિકીટ

હરિયાણાની ચૂંટણીમાં નવીન દલાલ નામના એક ઉમેદવાર એટલા માટે લોકપ્રિય બન્યા છે કે તેણે દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિ.ના છાત્ર સંઘના નેતા ઉમર ખાલીદ પર હુમલો કર્યો હતો અને તેણે ગોળી પણ ચલાવી હતી ત્યારથી તે જાણીતો બની ગયો. તેણે રક્ષક નેતા નામનું એક સંગઠન ઉભુ કર્યુ હતું અને હવે તે શિવસેનાની ટિકીટ પર બહાદુરગઢમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તે સેનાના એજન્ડા જેવા જ આક્રમક વિધાનો કરે છે અને ભાજપ પર પણ પ્રહાર કરે છે. તેણે 2018માં દિલ્હીની કોન્સીટયુશનલ કલબ બહાર ડાબેરી છાત્ર નેતા ઉમર ખાલીદ પર ગોળી ચલાવી હતી પરંતુ ખાલીદ બચી ગયો હતો.


Loading...
Advertisement