26 વર્ષીય નોક્ષમ ચૌધરી હરિયાણાની સ્ટાર ઉમેદવાર

09 October 2019 07:05 PM
India
  • 26 વર્ષીય નોક્ષમ ચૌધરી હરિયાણાની સ્ટાર ઉમેદવાર

હરિયાણા ચૂંટણીમાં ભાજપે પુન્હાના બેઠક પરથી 26 વર્ષીય નોક્ષમ ચૌધરીને ટિકીટ આપી છે જે વિદેશમાં ભણેલી છે તેના માતા આઈએએસ અને પિતા જજ છે. નોક્ષમ 10 ભાષાની જાણકાર છે અને તે વિદેશમાં રૂા.1 કરોડના પગારની નોકરી કરતી હતી. તેણે આ નોકરી છોડીને ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. અગાઉ તે કોલેજમાં છાત્ર સંઘની નેતા હતી અને ત્યારથી જ તેને રાજકારણનો ચસ્કો લાગી ગયો હતો પણ તેના માતાએ તેને વિદેશમાં ભણવા મોકલી. અહીની બેઠક પર અનેક મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા પણ આરએસએસના બેઠક પરથી નોક્ષમને ટિકીટ મળી છે.


Loading...
Advertisement