મહારાષ્ટ્રમાં એકલા હાથે બહુમતીનો અમિત શાહનો વ્યુહ

09 October 2019 07:05 PM
India
  • મહારાષ્ટ્રમાં એકલા હાથે બહુમતીનો અમિત શાહનો વ્યુહ

કોંગ્રેસ અને એનસીપી જોડાણ પૂર્ણ રીતે શરદ પવાર પર જ આધારીત : શિવસેનાની અકળામણ આ જ છે: મહારાષ્ટ્રના રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવાર પર સૌની નજર

મુંબઈ તા.9
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસે તો કોઈ મજબૂત પ્રચારક નથી. સોનિયા ગાંધી ચાર થી પાંચ રેલી કરશે. કદાચ પ્રિયંકા ગાંધી આવી શકે છે. જો કે તેઓ ઉતરપ્રદેશમાં વધુ તાકાત કેન્દ્રીત કરવા માંગે છે. રાહુલ ગાંધી હવે અસરકારક રહ્યા નથી તે નિશ્ર્ચિત છે. તે જોતા કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનનો પુરો આધાર એનસીપીના વડા શરદ પવાર પર કેન્દ્રીત થયો છે. ભાજપ તરફથી મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ પ્રચાર કરશે. પરંતુ કોંગ્રેસ એનસીપી ગઠબંધનમાં મુકાબલો કરવા માટે શરદ પવાર તમામ વ્યુહ ગોઠવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ પવારના માર્ગદર્શન હેઠળ જ આગળ વધે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવાર જુના જોગી છે અને તેથી તેઓની આવડતનો ઉપયોગ કરવા માટે ગઠબંધન એ નિશ્ર્ચિત કરી લીધુ છે જયારે મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવે તેવી ચિંતા અમિત શાહે કરી છે. નાના પક્ષો કે જેને ભાજપે 18 બેઠકો આપી છેતે પણ ભાજપના પ્રતિક પર ચૂંટણી લડશે અને તેથીતેઓ ચુંટાયા પછી ભાજપથી અલગ ન થઈ શકે તે અમિત શાહે નિશ્ર્ચિત કરી લીધું છે.


Loading...
Advertisement