જીટીયુનાં ઈન્ટરઝોનલ યુથ ફેસ્ટીવલ "ક્ષિતિજ-2019” રાજયની 65 કોલેજોનાં 1500 છાત્રો કલા-કૌશલ્યનાં કામણ પાથરશે

09 October 2019 07:01 PM
Rajkot Education Gujarat
  • જીટીયુનાં ઈન્ટરઝોનલ યુથ ફેસ્ટીવલ "ક્ષિતિજ-2019” રાજયની 65 કોલેજોનાં 1500 છાત્રો કલા-કૌશલ્યનાં કામણ પાથરશે

ફાઈન આર્ટ લીટરેચર, સિંગીગ, રંગોળી, કવીઝ સહિતની 32 સ્પર્ધાઓ યોજાશે: એચ.એન.શુકલ કોલેજનાં યજમાનપદે આયોજન: તડામાર તૈયારીઓ

રાજકોટ તા.9
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.નાં ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટીવલ "ક્ષિતિજ-2019” આગામી તા.12 થી 14 ઓકટોબર દરમ્યાન એચ.એન.શુકલ કોલેજ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેમાં રાજયભરની 65 કોલેજોના 1500 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
આ ઈન્ટરઝોનલ યુથ ફેસ્ટીવલ 2019 માં ડાન્સ, લીટરેચર, સિંગીગ, રંગોળી, ફાઈન આર્ટસ, થીયેટર, કવીઝ, ડીબેટ, મિમિક્રી, ઓન ધ સ્પોટ, પેઈટીંગ કોલેજ, પોસ્ટર મેકીંગ, કલે મોડલીંગ, રંગોળી, સ્પોટ ફોટોગ્રાફી, મહેંદી, કાર્ટુનીંગ, માઈમ સ્કીટ સહિતની સ્પર્ધાઓ યોજાનાર છે.
જે અંગેની તૈયારીઓને એચ.એન. શુકલ ફાર્મસી કોલેજનાં ચેરમેન ડો.નેહલભાઈ શુકલ, ડો.મેહુલભાઈ રૂપાણી તથા કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાધરનાં માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે યુવાનો હંમેશા સંપૂર્ણ રીતે વિકસીત થવા અને સ્પષ્ટ રીતે વિકસીત થવા અને સ્પષ્ટ રીતે ચમકવા તેમની પ્રતિભા,તેમની કુશળતા અને તેમની કુશળતાની ક્ષિતિજોને વિસ્તૃત કરે છે. તેમના માટે યુવા મહોત્સવએ એક પરિપૂર્ણ ટકાઉ અને વિકાસ શીલ કલાત્મક અનુભવ છે. આ યુથ ફેસ્ટીવલમાં ગુજરાતનાં પાંચ ઝોન સુરત (દ.ગુજરાત), અમદાવાદ (ગાંધીનગર), વલ્લભ વિદ્યાનગર (મ.ગુજરાત) અને રાજકોટ (સૌરાષ્ટ્ર) ઝોનની કોલેજોના ટોપ વિજેતાઓ કલા-કૌશલ્યના કામણ પાથરશે. આ ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટીવલમાં કેમ્પસ બ્યુટીફીકેશન તેમજ વિદ્યાર્થીઓ અને વિવિધ કોલેજોનાં આચાર્યો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે જીટીયુ અને એચ.એન.શુકલ ફાર્મસી કોલેજના ચેરમેન ડો.નેહલભાઈ શુકલ તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના સીન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાધર તથા ફેકલ્ટીમાં ધારાબેન સરવૈયા, અયુબ યુસુફખાન, નવીનકુમાર, મેહુલકુમાર ચોરસીયા, નીતીનભાઈ પોપટ, જીનેશભાઈ કનેરીયા, મીતલબેન શામાણી, વિશાલભાઈ રાણપરા, બ્રિજેશભાઈ પટેલ, મયુરભાઈ વ્યાસ, ચંદ્રીકાબેન ભગોડા, ભુપેશભાઈ જાદવ, ગૌરાંગભાઈ મણીયાર, જીગરભાઈ ભટ્ટ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement