‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રીના મેગા ફાઇનલમાં ખેલૈયાઓની જમાવટ : લાખેણા ઇનામોની વણઝાર

09 October 2019 06:05 PM
Rajkot Navratri SPL Saurashtra
  • ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રીના મેગા ફાઇનલમાં ખેલૈયાઓની જમાવટ : લાખેણા ઇનામોની વણઝાર
  • ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રીના મેગા ફાઇનલમાં ખેલૈયાઓની જમાવટ : લાખેણા ઇનામોની વણઝાર
  • ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રીના મેગા ફાઇનલમાં ખેલૈયાઓની જમાવટ : લાખેણા ઇનામોની વણઝાર
  • ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સ નવરાત્રીના મેગા ફાઇનલમાં ખેલૈયાઓની જમાવટ : લાખેણા ઇનામોની વણઝાર

બીના વડગામા કિવન અને રવિ અગ્રાવતના શિરે કિંગનો તાજ સજયો : સાત જજોની પેનલે નિષ્પક્ષ બની વિજેતા જાહેર કર્યા

રાજકોટ તા.8
150 ફૂટ રીંગ રોડ અમીન માર્ગના ખૂણા પાસે આયોજીત ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સનાં નવમાં દિવસે ખેલૈયાઓએ રંગ જમાવ્યો હતો. હજારો ખેલૈયાઓ સંગીતના તાલે ઝૂમ્યા હતા. છેલ્લા 14 વર્ષથી આયોજીત સાંજ સમાચાર લીયોલાયન્સમાં ખેલૈયાઓ પારિવારીક વાતાવરણમાં મન મૂકીને રાસ ગરબા રમે છે. સોમવારે નવમા દિવસે ખેલૈયાઓએ રંગ જમાવ્યો હતો. વિવિધ સ્ટેપના સથવારે અર્વાચીન ગરબા રાસ રમ્યા હતા. નવરાત્રીનો અંતિમ દિવસ સોમવારે ખેલૈયાઓ અંત સુધી રાસ ગરબાનો આનંદ માણ્યો હતો.


‘સાંજ સમાચાર’ લીયો લાયન્સના મેગા ફાઇનલમાં 60થી વધુ ખેલૈયાઓ વિજેતા બન્યા હતા. પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ પર્ફોમન્સ, પ્રિન્સ કિડઝ, પ્રિન્સેસ કિડઝ, તાજ હાંસલ કર્યો હતો. જેમાં બીના વડગામા કિવન અને રવિ અગ્રાવત કિંગ બન્યા હતા. કિડઝમાં હર્ષ ગોહેલ, દેવ સોની, માનસી વાડોદરીયા, વિષ્ણુ સહિતના 60થી વધુ ખેલૈયાઓ મેગા ફાઇનલમાં વિજેતા બન્યા હતાં. દરેક વિજેતાઓને મહાનુભાવોના હસ્તે બાઇક, સોલાર, એલઇડી, કુલર, ફેન, હોમ થિયેટર સહિતના લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતાં. સાત જજોની પેનલ નિષ્પક્ષ બની ખેલૈયાઓની પસંદગી કરી હતી.


સોમવારે છેલ્લા દિવસે મેગા ફિનાલે યોજાયો હતો. જેમાં પ્રિન્સ-પ્રિન્સેસ વેલડ્રેસ, વેલસ્ટેપ અને બેસ્ટ પર્ફોમન્સને આયોજકો દ્વારા ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. ભાતીગળ વેશભૂષામાં ખેલૈયાઓએ લીયો લાયન્સ ગ્રાઉન્ડને હાઉસફૂલ બનાવી દીધુ હતું. સોમવારેે વિજેતા બનેલ ખેલૈયાઓને સ્કૂટી, ટીવી સહિતના અનેક ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. લીયો લાયન્સમાં ખેલૈયાઓનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
છેલ્લા 14 વર્ષથી ‘સાંજ સમાચાર’ લીયો લાયન્સનું અદભૂત આયોજન થઇ રહ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જયેશ પટેલ, હર્ષાંગ દવે, પંકજ દોંગા, ભાવેશ પટેલ સહિતની લીયો લાયન્સની ટીમે જહેમત ઉઠાવી હતી. ખેલૈયાઓને પારિવારીક વાતાવરણમાં પુરૂ પડાયું હતું. નવ દિવસ સુધી હજારો ખેલૈયાઓ મનમૂકીને સંગીત તાલે ઝૂમ્યા હતા.


Loading...
Advertisement