"પાર્થરાજ કલબ” અને ‘સાંજ સમાચાર' આયોજીત બામ્બુ બિટસ નવરાત્રી મહોત્સવનો "મેગા ફાઈનલ” સંપન્ન

09 October 2019 05:52 PM
Rajkot Navratri SPL Saurashtra
  • "પાર્થરાજ કલબ” અને ‘સાંજ સમાચાર' આયોજીત બામ્બુ બિટસ નવરાત્રી મહોત્સવનો "મેગા ફાઈનલ” સંપન્ન
  • "પાર્થરાજ કલબ” અને ‘સાંજ સમાચાર' આયોજીત બામ્બુ બિટસ નવરાત્રી મહોત્સવનો "મેગા ફાઈનલ” સંપન્ન
  • "પાર્થરાજ કલબ” અને ‘સાંજ સમાચાર' આયોજીત બામ્બુ બિટસ નવરાત્રી મહોત્સવનો "મેગા ફાઈનલ” સંપન્ન
  • "પાર્થરાજ કલબ” અને ‘સાંજ સમાચાર' આયોજીત બામ્બુ બિટસ નવરાત્રી મહોત્સવનો "મેગા ફાઈનલ” સંપન્ન

કિંગ ઓફ કિંગ પ્રતિક પદનાની અને કિવન ઓફ કિવન હેતલ કેશરીયા વિજેતા થયા: કિંગ ઓફ કિંગ, કિવન ઓફ કિવન અને પ્રિન્સ-પ્રિન્સેસ ઉપર લાખો રૂપિયાના ઈનામોનો વરસાદ કરાયો

નવરાત્રી દરમ્યાન રાજકોટવાસીઓનાં દિલમાં અનેરૂ સ્થાન જમાવી દેનાર રાજહંસ પાર્ટી પ્લોટ નાનામવા મેઈનરોડ સ્થિત પાર્થરાજ કલબ આયોજીત ‘સાંજ સમાચાર’ બામ્બુ બિટસ નવરાત્રી રાસોત્સવનો મેગા ફાઈનલ પણ યોજાઈ ગયો અને આ મેગા ફાઈનલમાં નવે નવ નોરતાનાં પ્રિન્સ અને પ્રિન્સેસ વચ્ચે જબરી ટકકર જામી હતી.


આ મેગા ફાઈનલમાં વિજેતા થનાર ખેલૈયાઓને 10 શાનદાર બાઈક અને 30 આકર્ષક ટીવી સહીતનાં લાખો રૂા.નાં ઈનામોથી નવાજવામાં આવેલ હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ રાસોત્સવનાં મેગા ફાઈનલ દરમ્યાન કિંગ ઓફ કિંગ તરીકે પ્રતિક પદનાની, વિજેતા જાહેર થયા હતા. જયારે કિવન ઓફ કિવન તરીકે હેતલ કેશરીયા જાહેર થયેલ આ ઉપરાંત કિંગ તરીકે રાહુતી મકવાણા, કિશન ટાંક, રાજ પુરબીયા અને પ્રકાશ કાચા જાહેર થયા હતા. તેમજ કિવન તરીકે સુરભી લાંબા, જયોતિ સોલંકી, અને પ્રાંચી જોશી જાહેર થયા હતા. દરમ્યાન સાંજ સમાચાર ગ્રુપનાં પ્રિન્સ તરીકે મોહીત કેશરીયા, નિખિલ વાઘેલા, પ્રદિપ , અક્ષય વાઘેલા, સંદીપ ચાવડા, અને સમીર ધામેચા વિજેતા થયા હતા. જયારે પ્રિન્સેસ તરીકે મેઘા જોશી, ત્રિપલી મારૂ, બિનતિ ધામેચા, પુજા ધોરાજીયા, રિયા ભંભાણી, અને દિપાલી પિઠડીયા વિજેતા થયા હતા. નવ દિવસના આ રાસોત્સવ દરમ્યાન સુચારૂ વ્યવસ્થા અને સંપૂર્ણ પારિવારીક વાતાવરણ જળવાઈ રહ્યું હતું અને ખેલૈયાઓએ યોગ્ય આયોજનનો અનુભવ કર્યો હતો.

નવ દિવસના આ રાસોત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટી ચેરમેન પ્રશાંતભાઈ ઉકાણી તેમજ ટ્રસ્ટીઓ નીતિનભાઈ ભંડેરી, રવિભાઈ વાગડીયા, મૌલિકભાઈ સંચાણીયા, રૂપેશભાઈ તેરૈયા, વલ્લભભાઈ પટેલ, સુમિતભાઈ ગઢવી, ભાર્ગવભાઈ વાગડીયા, હેમલભાઈ ગોહેલ, એન.ડી.ગઢવી, જયદીપભાઈ જલુ, મનીષભાઈ રોકડ, બોની પટેલ, જગતભાઈ માતરેજા, જયભાઈ વસોયા (આર.સી.આંગડીયા) તેમજ અમિતભાઈ શિયાણી, દિપકભાઈ ટાંક, અને આશીષભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.


સફળ આયોજન બદલ ખેલૈયાઓ, સ્પોન્સરો તથા સ્ટાફ પરિવારનો આભાર વ્યકત કરતાં ઓર્ગેનાઈઝર રાજ ગઢવી તથા પાર્થ ગઢવી, ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ હિતેશભાઈ ગઢવીનો પણ એક માર્ગદર્શક તરીકે આભાર વ્યકત કર્યો છે.


Loading...
Advertisement