ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર દ્વારા શુક્રવારે રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ

09 October 2019 05:39 PM
Navratri SPL Rajkot Saurashtra
  • ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર દ્વારા શુક્રવારે રાસ-ગરબાનો ભવ્ય કાર્યક્રમ

આગામી તા.11ને શુક્રવારના રોજ રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે રાસ-ગરબાના કાર્યક્રમનું ભવ્ય આયોજન:રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગરબાના કાર્યક્રમમાં જાણીતા કલાકારો ટ્રાવેલ એજન્ટોના પરિવારને ઝુમાવશે

રાજકોટ: ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્ર દ્વારા આગામી તા.11ને શુક્રવારના રોજ રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે રાસ-ગરબાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટ્રાવેલ એજન્ટોના પરિવારો જાણીતા કલાકારોના સુર ઉપર મન મુકીને ગરબે ઝુમશે. ટ્રાવેલ એજન્ટોના પરિવાર માટે ફ્રી પાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટીએએએસ (ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર) દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ વાળી શેરીમાં કે.જી. ધોળકીયા સ્કૂલની સામે આવેલા રજવાડી દાંડીયા ગ્રાઉન્ડ ખાતે ટ્રાવેલ્સ એજન્ટો માટે ખાત તા.11ને શુક્રવારના રોજ સાંજે 7-30 કલાકે રાસ ગરબાના કાર્યક્રમનું આદેશ ટ્રાવેલ્સ પ્રા.લી.ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ડીનરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. પાસ કલેકશન સેન્ટર તરીકે દિપક ટ્રાવેલ્સ 23-33, ન્યુ જાગનાથ, આગમ ટૂર્સ-14 પંચનાથ પ્લોટ 301 ગાંધી ભવન નીજ ટ્રાવેલ્સ 22 ન્યુ જાગનાથ રહેશે. આ રાસ ગરબાના કાર્યક્રમમાં ટ્રાવેલ એજન્ટો માટે ફ્રી પાસ રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે આદેશ ટ્રાવેલ્સના ગોપાલભાઈ અનડકટ, એસો.ના પ્રમુખ જયેશભાઈ કેશરીયા, દિપકભાઈ રાઠોડ, આગમ ટૂર્સના ઋષભભાઈ ગાંધી, બ્રિજેશભાઈ જોધપુરા, કૌશીકભાઈ ટાંક, બાદલભાઈ લુણાગરીયા, ચિરાગભાઈ ધોરડા અને કલ્પેશભાઈ સાવલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement