સાંજ સમાચાર રોટરી ગ્રેટર કલબ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ‘ડિસ્લેક્સિયા’ અંગે સેમિનાર: આંતરરાષ્ટ્રીય

09 October 2019 05:35 PM
Rajkot Saurashtra
  • સાંજ સમાચાર રોટરી ગ્રેટર કલબ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ‘ડિસ્લેક્સિયા’ અંગે સેમિનાર: આંતરરાષ્ટ્રીય

આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છુકોએ આ અંગેની વિષ માહિતી માટે મો.નં. 96622 96655 પર સંપર્ક કરવો.

રાજકોટ તા.9
‘સાંજ સમાચાર’ તેમજ રોટરી ગ્રેટર કલબ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી તા.11ને શુક્રવારે સાંજના 5થી7 કલાક દરમિયાન આત્મિય યુનિ.ના ઓડીટોરીયમમાં રાજકોટની શાળાઓના શિક્ષકો માટે ‘ડિસ્લેકિસયા’ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલા આ ‘ડિસ્લેકિયા’ અંગેના માર્ગદર્શન સેમિનારમાં આંતરરાષ્ટ્રીય ડિસ્લેકિસયાના કાઉન્સેલર ડો. દિપા રાજા આ અંગેની ખાસ માહિતી-માર્ગદર્શન પુરું પાડશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ‘ડિસ્લેકિસયા’ એ બાળકનો મનોરોગ નથી. નાના બાળકોમાં ડિસ્લેકિયા થાય ત્યારે તેની કેવી રીતે ખબર પડે? ત્યારબાદ શું કરવું! આવા બાળકોના અભ્યાસ અને પૂર્ણ ડેવલોપમેન્ટમાં ઉણપ ન આવે તે માટે આવા બાળક સાથે તેના વાલીઓ અને શિક્ષકોએ કેવો વ્યવહાર રાખવો જોઈએ? કેવી કાળજી લેવી જોઈએ? તે અંગેની તમામ માહિતી અને માર્ગદર્શન આ સેમિનારમાં પુરું પાડવામાં આવશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મ ‘તારે જમી પર’ માં ‘ડિસ્લેકિસયા’ને પોઝીટીવ રીતે દર્શાવાયેલ છે. આવા બાળકોની ખાસ કાળજી લેવી આવશ્યક છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ડિસ્લેકિસયાવાળા બાળકોનું બૌદ્ધિકસ્તર સામાન્ય અથવા સામાન્યથી વધારે હોય ચે. આવા બાળકો મેઘાવી અને સમજુ હોય છે. આવી બાબતો પર ‘તારે જમી પર’ ફિલ્મમાં પ્રકાશ ફેકવામાં આવેલ છે.

પરંતુ સમાજમાં ડિસ્લેકિસયા અંગે હજુ ઓછી અવરનેસ છે ત્યારે આગામી શુક્રવારે ડિસ્લેકિસયા અંગે યોજાનાર ‘તારે જમી પર’ ફિલ્મમાં પ્રકાશ ફેંકવામાં આવેલ છે.
પરંતુ સમાજમાં ડિસ્લેકિસયા અંગે હજુ ઓછી અવરનેસ છે ત્યારે આગામી શુક્રવારે ડિસ્લેકિસયા અંગે યોજાનાર આ સેમિનાર શાળાઓના શિક્ષકો અને બાળકોના વાલીઓ માટે ઉપયોગી અને માહિતીસભર બની રહેશે.

હાલ તા.7 ઓકટોમ્બરથી 14 ઓકટોમ્બર સુધી ‘વિશ્ર્વ ડિસ્લેકિસયા’ વીકની ઉજવણી થઈ રહી છે ત્યારે ‘સાંજ સમાચાર’ના યુવા એકઝેકયુટીવ શ્રી કરણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સાંજ સમાચાર તેમજ રોટરી ગ્રેટર કલબ અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ ખાસ સેમીનાર આયોજીત કરવામાં આવેલ છે. જેમાં શહેરભરની શાળાઓના શિક્ષકો ભાગ લેનાર છે.

આ સેમિનારને સફળ બનાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો સર્વશ્રી ડો. જતીનભાઈ ભરાડ તેમજ અજયભાઈ પટેલ પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ) અવધેશભાઈ કાનગડ (મહામંત્રી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ) પરિમલભાઈ પરડવા, પુષ્કરભાઈ રાવલ, ડી.કે.વાડોદરીયા સહિતના શાળા સંચાલક મંડળના હોદેદારો તેમજ

રોટરી ગ્રેટર કલબના પ્રમુખ પૂર્વેશ કોટેચા, સેક્રેટરી કૃણાલ મહેતા, અમીતભાઈ રાજા તથા સરજૂ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છુકોએ આ અંગેની વિષ માહિતી માટે મો.નં. 96622 96655 પર સંપર્ક કરવો.


Loading...
Advertisement