જામનગરમાં રોગચાળાના હાહાકાર વચ્ચે 31 તબીબ છાત્ર પણ ડેન્ગ્યુમાં સપડાયા

09 October 2019 05:31 PM
Jamnagar
  • જામનગરમાં રોગચાળાના હાહાકાર વચ્ચે 31 તબીબ છાત્ર પણ ડેન્ગ્યુમાં સપડાયા

દર્દીઓની સારવાર કરતા તબીબો જ માંદગીના ખાટલે: હોસ્પિટલ તંત્રમાં ચિંતાની લાગણી

જામનગર.તા.9
જામનગરમાં રોગચાળો વકર્યો છે ત્યારે દર્દીઓની સારવાર કરતા ડોકટરો જ માંદગીમાં સપડાયા છે. મેડીકલ કોલેજના 31 જેટલા ડોકટરોને ડેન્ગ્યું થતા હાલ તેઓને સારવાર આપવામાં આવી રહી છે.
જામનગર સહીત જીલ્લામાં રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી બાજુ ડેન્ગ્યુનો કહેર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ખુદ તબીબો જ માંદગીના બિછાને પડ્યા છે. મેડીકલ કોલેજના 31 તબીબોને ડેન્ગ્યું થયો હોવાનું ડીન ડો.નંદીની દેસાઈએ જણાવ્યું છે. દર્દીઓની સારવાર કરતા તબીબો જ માંદગીના ખાટલે પડતા હવે શહેરમાં રોગચાળાની સ્થિતિનો ખ્યાલ આવી શકે છે.
મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે હોસ્ટેલો, રેસીડન્ટ તબીબો જ્યાં વસવાટ કરે છે તે કેમ્પસમાં બરોબર સફાઈ કરવામાં આવે તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આમ હવે શહેરીજનોની સાથે-સાથે તબીબો પણ ડેન્ગ્યુની ઝપટમાં આવતા હોસ્પિટલ તંત્ર પણ ચિંતામાં મુકાયું છે.


Loading...
Advertisement