લાલપુર તાલુકામાં રહેણાંક મકાનમાંથી પોણા બે લાખની ચોરી કરી ચોર ફરાર

09 October 2019 05:31 PM
Jamnagar Crime
  • લાલપુર તાલુકામાં રહેણાંક મકાનમાંથી પોણા બે લાખની ચોરી કરી ચોર ફરાર

સોના,ચાંદીના દાગીના તથા રોકડની ચોરી

જામનગર તા.9
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે રહેતા એક વ્યક્તિના ઘરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ચોરે મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.1,86,600ના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર થયા છે, જે વિરુધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા ભગીરથસીંહ ગુલાબસીંહ વાળા, ઉ.વર્ષ 23 હોટેલનું સંચાલન કરતા વ્યક્તિના ઘરમાંથી બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યા ચોરોએ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટના દરવાજા તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી રૂ.1,86,600ની મત્તાની ચોરી કરી ચોરો નાશી છુટ્યા હતા જે વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા મેઘપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement