લાલપુર તાલુકામાંથી જુગાર રમતા પાંચ સખ્શની ધરપકડ

09 October 2019 05:30 PM
Jamnagar Crime
  • લાલપુર તાલુકામાંથી જુગાર રમતા પાંચ સખ્શની ધરપકડ

જામનગર તા.9
જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં ગઈકાલના રોજ પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા સખ્શોને પકડી પાડવા માટે દરોડા હાથ ધર્યા હતા તે દરમિયાન જાહેરમાં જુગાર રમતા પાંચ સખ્શોની ધરપકડ કરી પોલીસે રૂ.12060ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો.
લાલપુર તાલુકામાં પોલીસે રેઇડ દરમિયાન પીઠળમાં ના મંદિરની બાજુમાંથી જુગાર રમતા પાંચ સખ્શો જેમાં માલદે દેવાયત વસરા ઉ.વર્ષ 32, રામદે ધાનાભાઇ બૈડીયાવદરા ઉ.વર્ષ 33, દીનેશ ઉર્ફે દીનો મોહનભાઇ ગોહીલ ઉ.વર્ષ 39, રાયશી પોલા કનારા ઉ.વર્ષ 42, પીઠાભાઇ દેવાયતભાઇ વસરા ઉ.વર્ષ 40 નામના પાંચ પત્તાપ્રેમીઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી રહ્યા હ્તા ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી હતી તથા રૂ.12060ની રોકડ રકમ અને ગંજીપત્તાના પાના જપ્ત કર્યા હતા. જે વિરુધ લાલપુર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement