ગુજરાતમાંથી ઉદ્યોગ ગૃહોના આગેવાનો સાથે મુખ્યમંત્રીનું ડેલીગેશન ઉઝબેકીસ્તાન જશે

09 October 2019 05:27 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાંથી ઉદ્યોગ ગૃહોના આગેવાનો સાથે મુખ્યમંત્રીનું ડેલીગેશન ઉઝબેકીસ્તાન જશે

પ્રતિનિધિ મંડળ આ મુલાકાત દરમિયાન હીરા સહિત અન્ય ઉદ્યોગોની ગુજરાત સાથેના વ્યાપારની સંભાવના પર ચર્ચા કરશે

અમદાવાદ તા.9
ડાયમંડ સહિત અન્ય ઉદ્યોગોની ગુજરાત સાથે વ્યાપાર સંભાવનાઓ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજયના આઈએએસ અધિકારીઓનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આગામી તા.19થી23 ઓકટોબર દરમિયાન ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય વાણીજય મંત્રી પીયુષ ગોયલ સાથે ગુજરાત સહિત પાંચ રાજયોના મુખ્યમંત્રી, અધિકારીઓ અને બીઝનેસમેનના ડેલીગેશને ઉઝબેકીસ્તાનની મુલાકાત લીધી હતી. હવે રાજયમાંથી વધુ એકવાર ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ અને સરકારના ઉદ્યોગ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથેનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ઉઝબેકીસ્તાનના એન્ડીજેન રિજનની બિઝનેસ વિસ્તરણ અને પરસ્પર સહયોગ માટે મુલાકાત લેશે.
આ મુલાકાત દરમિયાન ડાયમંડ સહિત અન્ય ઉદ્યોગોની ગુજરાત સાથેની વ્યાપાર સંભાવનાઓ પર ચર્ચા-વિચારણા કરાશે અને કરાર પણ થશે. આ મુલાકાતના આયોજન સાથે વેપાર સંગઠન એસોચેમ સંભળાયેલ છે.
આમુલાકાતમાં સીએમ રૂપાણી સાથે પ્રતિનિધિમંડળમાં બીઝનેસમેન એસોચેમના નેશનલ પ્રેસીડેન્ટ અને વેલસ્પેન ગૃહના વડા બાલક્રિષ્ન ગોયેન્કા, એસોચેમે ગુજરાતના કો-ચેરમેન અને વેલસ્પનના ચિંતન ઠકકર,રિલાયન્સમાંથી કેપ્ટન મહાજન, સૌરભ અગ્રવા, કીટી કઈઝના મીનીષ કીટી, અદાણી ગ્રુપમાંથી સૌરીન શાહ, ધારાસભ્ય હર્ષ સંધવી, સંજય શાહ, સંદીપ દવે વગેરેનો સમાવેશ થાય છે તો આ પ્રતિનિધિ મંડળમાં કૃષિ અને સહકાર વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી પુનમચંદ પરમાર, ટુરીઝમ સેક્રેટરી મમતા વર્મા, ઈન્ડેકસ-બીના એમ.ડી.નિલમ રાની, ઈન્ડસ્ટ્રીઝ કમિશ્ર્નર રાહુલ ગુપ્તા, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી કે.એસ.રંધાવા વગેરેનો પણ સમાવેશ થાય છે.


Loading...
Advertisement