વધુ એક દિપાવલી ભેટ: બેંકોએ હોમ-ઓટો લોનના વ્યાજદર ઘટાડયા

09 October 2019 05:19 PM
Business India
  • વધુ એક દિપાવલી ભેટ: બેંકોએ હોમ-ઓટો લોનના વ્યાજદર ઘટાડયા

સ્ટેટ બેંકની પહેલ: અન્ય બેંકો પણ અનુસરશે

નવી દિલ્હી તા.9
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં જ જે વ્યાજદર ઘટાડવામાં આવ્યું તેના આધારે બેન્કોએ હવે તેના ધિરાણ દરમાં ઘટાડો શરુ કર્યો છે અને તેમાં પહેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરી છે જેણે 2019-20 માટેના એમસીએલઆરમાં છઠ્ઠી વખત ઘટાડો કર્યો છે તેથી બેન્ક હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરેમાં 10 ઓકટોબરથી વ્યાજદરમાં 10 બેઝીક પોઈન્ટ ઘટી જશે અને તે 8.15 માંથી 8.05 ટકા થયો છે. બેન્કો દ્વારા વ્યાજદર ઘટાડવામાં સ્ટેટ બેંકે આ પહેલ કરી છે. ખાસ કરીને હાલ જે મંદીની સ્થિતિ છે તેનો મુકાબલો કરવા માટે સરકાર દ્વારા બેન્કોને વ્યાજદરમાં ઘટાડો કરવા કહેવાયું હતું અને તેમાં પહેલ માટે રિઝર્વ બેંકે છેલ્લા દોઢ વર્ષમાં પાંચ વખત વ્યાજદરમાં ઘટાડો કરીને બેન્કોને ધિરાણ સસ્તા બનાવવા માટે સંકેત આપી દીધો હતો. હવે દિપાવલી પુર્વે આ નવો ફેસ્ટીવલ બોનાન્ઝા આવી ગયો છે. સ્ટેટ બેંકે વ્યાજદર ઘટાડતા તમામ બેંકોએ હવે તેને અનુસરવુ પડશે.
રિઝર્વ બેંકે અત્યાર સુધીમાં 135 બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો છે પરંતુ બેન્કની ફરિયાદ હતી કે રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોએ ફકત 29 બેઝીક પોઈન્ટ જેવો લાભ ગ્રાહકોને આપ્યો છે. આમ બેંકો વ્યાજદર નહિ ઘટાડીને તેના માર્જીન વધારવા પ્રયત્ન કરી રહી છે અને તેથી સરકારે બેન્કો પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધાર્યુ હતું.


Loading...
Advertisement