ધોનીની વાપસી! ખુદ માહીજ નિર્ણય લેશે: રવિશાસ્ત્રી

09 October 2019 05:16 PM
Sports
  • ધોનીની વાપસી! ખુદ માહીજ નિર્ણય લેશે: રવિશાસ્ત્રી

પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની વર્લ્ડકપ બાદ ક્રિકેટથી દૂર છે

નવી દિલ્હી: ટીમ ઈન્ડીયાના પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની વર્લ્ડકપ બાદ ક્રિકેટથી દૂર છે અને તેની નિવૃતિની અટકળો પણ ચગી છે પણ ધોનીએ મુદે કોઈ સંકેત આપ્યો નથી. આ અંગે ટીમના કોચ રવિશાસ્ત્રીએ એક જવાબમાં કહ્યું કે ટીમમાં વાપસીનો નિર્ણય ફકત ધોની જ લેશે. ધોનીની વાપસી અંગે ટીમ ઈન્ડીયા તૈયાર છે કે કેમ તેવા પ્રશ્ર્નનો જવાબ ઉઠાવી દેતા રવિશાસ્ત્રીએ કહ્યું કે તે એક મહાન ખેલાડી છે. જો તે ટીમમાંપરત ફરવા માંગે તો પણતે નિર્ણય ખુદ ધોની જ લેશે. હું તેને વર્લ્ડકપ બાદ મળ્યો નથી. એક વખત તે રમવાનું શરૂ કરે પછી બાકીના પ્રશ્ર્નોના જવાબ આપી શકાશે.


Loading...
Advertisement