મારી પત્નીને ‘ઉપર’થી લઈ આવો: ઈડીને લલિત મોદીનો જવાબ

09 October 2019 05:13 PM
Business India Sports
  • મારી પત્નીને ‘ઉપર’થી લઈ આવો: ઈડીને લલિત મોદીનો જવાબ

આઈપીએલના પુર્વ કમિશ્ર્નર પત્ની મિનલને નોટીસમાં કાચું કપાયું

નવી દિલ્હી તા.9
આઈપીએલના પુર્વ કમિશ્ર્નર લલિત મોદી અને તેમના પત્નીને એન્ફોર્સમેન્ટ વિભાગે જાહેર નોટિસ આપી એના બીજા દિવસે મોદીએ ઈન્સ્ટાગ્રામ પર કટાક્ષભરી પોસ્ટ મુકતા જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલી તેમની પત્નીને સતાવાળાઓ નિશાન બનાવી રહ્યા છે.

તેમણે લખ્યું હતું કે મારા પત્ની મિનલ મોદી પાસેથી માહિતી મેળવવાનો મારી પાસે કોઈ રસ્તો નથી. તે પ્રાઈવસીમાં માનનારી હતી અને તેને જ ખબર હતી કે તેના ખાતા કયાં છે હું તેનતી સમક્ષ પહોંચી કું એમ ન હોઉં માહિતી આપવામાં અસમર્થ છું. કંઈ ખોટું કર્યાનો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ 10 વર્ષથી કોઈ પુરાવા રજુ કરી શકયું નથી. કદાચ ઈડી તેને ઉપલા મજલે શોધવા પ્રવાસ કરશે.
મોદીએ લખ્યું હતું કે જો તે મિનલને શોધી શકે તો અમારો સંદેશો તેના સુધીપહોંચાડશો. જો કે અમને તેની ખોટ સાલે છે. જો તમે એની ધરપકડ કરી શકો તો તમારી વિશેષ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ પર પાછા લાવજો. એ પછી તમે જે માંગો છો તે વિગતો આપવા હું તેને કહીશ.


Loading...
Advertisement