SBIમાંથી પૈસા નીકળ્યા નહીં છતાં ખાતામાં ઉધાર્યા: સ્ટેટ બેંકને 1 લાખનું વળતર ચૂકવવા આદેશ

09 October 2019 05:10 PM
Business India
  • SBIમાંથી પૈસા નીકળ્યા નહીં છતાં ખાતામાં ઉધાર્યા: સ્ટેટ બેંકને 1 લાખનું વળતર ચૂકવવા આદેશ

ખાતેદાર પણ ગ્રાહક ગણાય: ગ્રાહક ફોરમમાં ચૂકાદો

હૈદ્રાબાદ તા.9
હૈદ્રાબાદના એક જિલ્લા ગ્રાહક ફરિયાદ ફોરમે ભારતીય સ્ટેટ બેંકને ગ્રાહકને વળતર અને કાનુની કાર્યવાહીના ખર્ચ પેટે 1 લાખ રૂપિયા ચૂકવે. બેંકે તેના એટીએમમાં ટ્રાન્ઝેકશન નિષ્ફળ રહ્યું છતાં ગ્રાહકના ખાતામાંથી રકમ ઉધારી હતી.
ફરિયાદી ગ્રાહક હૈદ્રાબાદના એસબીઆઈના એટીએમમાંથી 10000 ઉપાડવા ગયો હતો પણ ટેકનીકલ ખામીના કારણે ટ્રાન્ઝેકશન થઈ શકયું નહોતું. પરંતુ, 20 દિવસ પછી તેના ખાતામાંથી આ રકમ ડેબીટ કરાઈ હતી. ગ્રાહકે બેંકનો સંપર્ક કર્યો તો તેને કહેવામાં આવ્યું હતું કે એટીએમમાંથી પૈસા નીકળ્યા છે કે નહીં તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ રકમ ‘હોલ્ડ’ પર રાખવામાં આવી છે. એ પછી બેંકે જરાવ્યું હતું કે ટ્રાન્ઝેકશન સફળ રહ્યું હતું અને એથી રકમ ઉધારવામાં આવી હતી.
નારાજ ગ્રાહકે એ પછી બેંકિંગ લોકપાલનો સંપર્ક કર્યો હતો, પણ તેણેપુછપરછ વગર કાર્યવાહી બંધ કરી હતી. આખરે ફરિયાદીએ ગ્રાહક અદાલતનો સંપર્ક કરી બેંકની સેવામાં આપી હોવાની ફરિયાદ કરી હતી. બેંકના દાવા મુજબ ટેકનીકલ ખામીના લીધે તેના ખાતામાંથી રકમ ઉધારાઈ નહોતી. ટ્રાન્ઝેકશન પછી વધારાની કોઈ રકમ મળીનહોતી અને એથી ગ્રાહકને એ રકમ મળીહતી. બેંકે ગ્રાહક અદાલતના કાર્યક્ષેત્રને પણ પડકાર્યું હતું, પણ ફોરમે એ વાંધો ફગાવી દીધો હતો.


Loading...
Advertisement