કેન્દ્રીય કર્મચારીઓને દિપાવલી ભેટ: મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો: 17% ડી.એ. મળશે

09 October 2019 04:17 PM
Ahmedabad Gujarat
  • કેન્દ્રીય કર્મચારીઓને દિપાવલી ભેટ: મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો: 17% ડી.એ. મળશે

ગુજરાતના કર્મચારીઓનું ડી.એ. પણ આગામી સપ્તાહે વધશે : કેન્દ્રીય કેબીનેટનો નિર્ણય: પેન્શનરોને પણ લાભ: દિપાવલી પૂર્વે ઓકટોનો પગાર ચૂકવાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે તેના 48 લાખ કર્મચારીઓ અને 63 લાખ પેન્શનર્સને દિપાવલી ભેટ આપી છે અને તેનું મોંઘવારી ભથ્થુ 5% વધારી દીધું છે અને ગત જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધીને 17% થશે. આજે કેન્દ્રીય કેબીનેટમાં આ નિર્ણય લેવાયો હતો. કર્મચારીઓને આગામી મહિનાના પગાર જે દિપાવલી પુર્વે થશે તેમાં આ વધારાનું મોંઘવારી ભથ્થુ ચુકવાઈ જશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે આ જાહેરાત કરતા કહ્યું કેસરકારી તિજોરી પર આ નિર્ણયની રૂા.16000 કરોડનો નવો બોજો આવશે. કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી-જુલાઈમાં તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે અને સરકારના નિશ્ર્ચિત મોંઘવારી સૂચક આંક મુજબ તેમાં વધારો ઘટાડો કરે છે. એક વખત કેન્દ્ર સરકાર આનિર્ણય લે તે બાદ રાજય સરકારો પણ તેને અનુસરે છે અને તેથી ગુજરાતમાં પણ હવે આગામી દિવસોમાં સંભવિત આગામી સપ્તાહે મોંઘવારી ભથ્થા વધારાનો નિર્ણય રાજયની કેબીનેટ બેઠકમાં લેવાશે.


Loading...
Advertisement