ચોરવાડ પંથકમાં વાયુ વાવાઝોડાથી નુકશાન મુદ્દે 29.70 લાખની સહાય ચુકવવાનો આદેશ

09 October 2019 03:57 PM
Veraval
  • ચોરવાડ પંથકમાં વાયુ વાવાઝોડાથી નુકશાન
મુદ્દે 29.70 લાખની સહાય ચુકવવાનો આદેશ

સોમનાથના ધારાસભ્ય-નગરપાલિકા પ્રમુખની સફળ રજુઆત

વેરાવળ તા.9
વાયુ વાવાઝોડા દરમ્યાન થયેલ નુકશાનને ધ્યાને લઇ સોમનાથના ધારાસભ્ય ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન દ્વારા કરવામાં આવેલ રજૂઆતને સફળતા મળતા રૂપીયા ઓગણત્રીસ લાખ સીતેર હજાર જેવી રકમનો ચુકાદો કરવાનો આદેશ કરવામાં આવેલ છે.
આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમા એ એક યાદીમાં જણાવેલ કે, જુનાગઢ જીલ્લાના ચોરવાડ શહેરમાં વાયુ વાવાઝોડા અંતર્ગત થયેલ નુકશાનનો સર્વે કરાવવા તથા યોગ્ય વળતર ચુકવવા રજુઆત કરવામાં આવેલ જે રજુઆતને સફળતા મળેલ છે. વાયુ વાવાઝોડા દરમ્યાન ચોરવાડ શહેરના દરીયા કિનારા વિસ્તારોમાં વસવાટ કરતાં નાના અને શ્રીમાંત ખેડૂતોના વિવિધ પાકો જેવા કે કેળ, નારીયેળી, નાગરવેલ વિગેરે પાકોને ઘણું નુકશાન થયેલ તેમજ દરીયાઇ પટ્ટી પરના માચ્છીમારોની હોડીઓને પણ અતિભારે નુકશાન થયેલ જેથી ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમા દ્વારા સરકારમાં લેખીતમાં રજુઆત કરી નાના અને શ્રીમાંત ખેડૂતો તથા માચ્છીમારોને ઘણું નુકશાન થયેલ છે જેથી ખેડૂતો તથા માચ્છીમારોને થયેલ નુકશાનનો તાત્કાલીક ધોરણે સર્વે કરવા અને યોગ્ય વળતર ચુકવવા રજુઆત કરવામાં આવેલ જે રજૂઆતને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવેલ અને જુનાગઢ જિલ્લાને રૂા.29,70,000 જેવી રકમનો ચુકાદો કરવાનો આદેશ કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે અને ચોરવાડ હોય કે સોમનાથ વિસ્તાર વિકાસશીલ કરવા માટે લોકોની સાથે હંમેશા રહી કામો કરવા જણાવેલ છે.


Loading...
Advertisement