ધોરાજીમાં રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

09 October 2019 03:56 PM
Dhoraji
  • ધોરાજીમાં રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

પૂજા અર્ચના-મહાઆરતીનો રાજપૂત સમાજના સદસ્યોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.9
ધોરાજી ખાતે રાજપૂત સમાજ દ્વારા હવનદર્શન અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
શહેરના ઐતિહાસિક દરબાર ગઢ ખાતે બીરાજતા આશાપુરા માતાજીના મંદિર ખાતે દશેરે નિમિત્તે હવન અને શસ્ત્રપૂજન કરવામાં આવેલ હતું.
આ તકે વિદ્વાન પંડીતો દ્વારા પૂજા અર્ચના અને માતાજીની મહાઆરતી યોજવામાં આવી. આ તકે રાજપૂત સમાજના પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા તેમજ રાજપૂત પરિવારના મોભીઓ, યુવાનો, વડીલો સહિતના હાજર રહેલ હતા.


Loading...
Advertisement