ગીર-સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં રસ્તાઓના ધોવાણ બાદ 130 કરોડના ખર્ચે સમારકામ કરવા તજવીજ

09 October 2019 03:55 PM
Veraval
  • ગીર-સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં રસ્તાઓના ધોવાણ બાદ 130 કરોડના ખર્ચે સમારકામ કરવા તજવીજ

જૂનાગઢના સંસદ સભ્યએ કરેલી રજુઆત બાદ સરકારનો નિર્ણય

વેરાવળ તા.9
ગીર-સોમનાથ તથા જૂનાગઢ જીલ્લાના રાષ્ટ્રીય ધોરી માર્ગો ભારે વરસાદના કારણે બીસ્માર બનેલ હોય અને વાહન ચાલકોની મુશ્કેલીઓ તેમજ અકસ્માતોની શકયતાઓને ધ્યાને લઇ સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા રજૂઆત કરાયેલ જેને સફળતા મળતા રૂા.130 કરોડની રકમ બન્ને જીલ્લાના માર્ગો તથા જૂનાગઢ બાયપાસ તેમજ વેરાવળ-કોડીનાર રોડના તાત્કાલીક સમારકામ માટે દરખાસ્ત કરાતા આ કામગીરી ટુંક સમયમાં શરૂ થનાર છે.
જૂનાગઢ તથા ગીર-સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા રાજય સરકાર તથા કેન્દ્ર સરકારમાં જેતપુર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગનો પાંચ વર્ષ જેવો સમયગાળો વીતી ગયેલ હોય અને આ રાષ્ટ્રીય ધોરી માર્ગ ફરી રીસફેસીંગ (પેચ વર્ક) કરવા માટેની રીજીઓનલ કચેરીને જાણ કરી તાત્કાલીક ધોરણે રૂા.130 કરોડની દરખાસ્ત કરેલ છે અને આ રકમ મંજૂર થયે ટેન્ડર પ્રક્રીયાની કામગીરી પૂર્ણ થનાર છે. ખાસ કરીને જૂનાગઢ બાયપાસ રોડ અતિ ખરાબ હાલતમાં હોય તે બાબતે પણ નેશનલ હાઇવેના અધિકારીને જાણ કરી તાત્કાલીક ધોરણે કામગીરી ચાલુ કરવા સુચન કરેલ અને આ રોડના અમુક ભાગોમાં રીસફેસીંગ (પેચ વર્ક) કરવા માટે વધારાના રૂા.10.10 કરોડ ની દરખાસ્ત કરેલ અને આ કામગીરી માસના અંત સુધીમાં પૂર્ણ થનાર છે.
આ ઉપરાંત વેરાવળ-ભાવનગર નેશનલ હાઇવેમાં વેરાવળ થી કોડીનાર સુધીનો રોડ અતિ બીસ્માર હાલતમાં હોય તે બાબતે પણ સરકાર પાસે વધારાની કામગીરી માટે રૂા.10.9પ કરોડની દરખાસ્ત કરેલ અને તે એક-બે દિવસમાં પેચ વર્કની કામગીરી શરૂ થનાર હોવાનું સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ એક યાદીમાં જણાવેલ છે.
આમ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા એ જાગૃત સાંસદ તરીકે ત્વરીત પગલા લઇ વાહન ચાલકોને પડતી મુશ્કેલીનેધ્યાને લઇ જૂનાગઢ તથા ગીર-સોમનાથ જીલ્લાના ઉપરોકત તમામ રસ્તાઓને પેચ વર્ક કરવાની અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement