સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમમાં પાણીની આવક

09 October 2019 03:48 PM
Amreli
  • સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમમાં પાણીની આવક

સાવરકુંડલા તા.9
સાવરકુંડલાના હાથસણી ગામે આવેલ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવા શેલદેદુમલ ડેમ આખરે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તે પૂર્વે જ ઉપરવાસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલ સારા વરસાદને લીધેલ નીરનું આગમન થતાં જ ઘણા સમયથી ખાલીખમ રહેલ ડેમ અંદાજિત ચાલીસ ટકા ભરાઈ જવા પામેલ. ઉલ્લેખનીય છે કે સૌની યોજના તળે અલગ અલગ લોકો તૈયાર કરી જે ડેમો ભરવાના છે તેમાં પણ શેલ દેદુમલ ડેમનો સમાવેશ થયેલ છે.


Loading...
Advertisement