જાફરાબાદના મીતીયાળા પાસે મચ્છીનો પાવડર બનાવતા કારખાના સામે રજૂઆત

09 October 2019 03:47 PM
Jasdan
  • જાફરાબાદના મીતીયાળા પાસે મચ્છીનો પાવડર બનાવતા કારખાના સામે રજૂઆત

કારખાનાના ધૂમાડાથી પર્યાવરણ-જન આરોગ્યને નુકશાન

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.9
જાફરાબાદ તાલુકાના મિતીયાળા ગામની હદમાં છેલ્લા ત્રણ વર્ષથી મચ્છીની સુકવણી કરી અને તેનો પાઉડર બનાવવાનું આધુનિક કારખાનું બનાવવામાં આવેલ છે. આ કારખાનાની જગ્યા જાફરાબાદ શહેરની બાજુમાં તથા જાફરાબાદ-રાજુલા હાઈવે ઉપર બનાવવામાં આવેલ છે. આ ફેકટરીથી જાફરાબાદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મિતીયાળા, બાબરકોટ, વારાહસ્વરૂપ, ભાંકોદર તથા લુણસાપુરમાં વસવાટ કરતા શહેરીજનો તથા ગ્રામ્યજનોને આવતા જતાં દુર્ગંધ તથા આરોગ્ય માટે હાનીકારક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ ફેકટરીની એકદમ નજીક લગભગ 100 મીટર દુર જાફરાબાદ શહેર વિસ્તારોમાં પાણી પુરૂ પાડતું વોટર ટેન્ક આવેલ છે. આ પાણીના ટાંકામાં રાજુલા સ્થિત ધાતરવડી સિંચાઈ યોજનામાંથીપાણી આપવામાં આવે છે. ફેકટરીની ચીમનીમાંથી નીકળતો ધુમાડો આ પાણીમાં પણ ભળતો હોવાની પુરેપુરી શકયતા છે. આ ધુમાડાથી થતું દુષિત પાણી જાફરાબાદ નગરપાલિકા ઘ્વારા આપવામાં આવતા પાણીથી જાફરાબાદ શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં અંદાજે 3પ હજાર શહેરીજનોના આરોગ્ય માટે ખતરારૂપ હોય યોગ્ય કાર્યવાહી કરવા માટે જાફરાબાદનાં ભાજપ યુવા મહામંત્રીએ ચિફ ઓફિસરને પત્ર પાઠવીને રજૂઆત કરેલ છે.


Loading...
Advertisement